સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા તાલુકાના ૬૦ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મ પર તાલીમ અપાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-10-16 18:10:36
  • Views : 189
  • Modified Date : 2024-10-16 18:10:36

સમગ્ર રાજ્યમાં "વિકાસ સપ્તાહ"ની ઉજવણી અન્વયે અવનવા કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. આ ઉજવણી અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ, સુરેન્દ્રનગર દ્વારા સાયલા તાલુકાના ૬૦ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મ પર જિલ્લા અંદર પ્રાકૃતિક કૃષિ તાલીમ આપવામાં આવી હતી.આ તકે પંચસ્તરીય કૃષિ પાકોના મોડેલ ફાર્મના ફાયદાઓ વિશે કૃષકોને માહિતગાર કરતાં આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર બી.એ. પટેલે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિની આ પદ્ધતિમાં આવકની શરૂઆત વહેલી થાય છે, ખેતીનો ખર્ચ ઘટે છે, અતિવૃષ્ટિ જેવા કુદરતી પક્રોપમાં પણ ખેડૂતની આવક સ્થિર રહે છે. સાથે સાથે જમીનની ફળદ્રુપતામાં વધારો થવાથી ગ્લોબલ વોર્મિંગનો પ્રશ્ન હલ થાય છે. તેમજ સૌને ઝેર વિનાનો શુદ્ધ અને સાત્વિક આહાર મળે છે. ખરા અર્થમાં પ્રાકૃતિક કૃષિ કરવાથી જ ખેડૂત આત્મનિર્ભર બની શકે છે. આ જિલ્લા અંદર પ્રાકૃતિક કૃષિની તાલીમનું આયોજન વઢવાણ તાલુકાના ચમારજ ગામનાં કૃષક શ્રી મહેન્દ્રભાઈ શાહના પંચસ્તરીય પ્રાકૃતિક કૃષિ મોડલ ફાર્મ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતોને મગ, બાજરી, મકાઈ, તુવેર, તલ જેવા ખાદ્ય પાકો અને દિવેલા જેવા રોકડિયા પાકો સહિત દર્શનીય મોડેલ ફાર્મ પર પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અંગે ઘનિષ્ઠ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

 

 

Download Our B K News Today App



Related News