'નલ સે જલ' યોજના અંતર્ગત પાણીની ટાંકી બનાવતા 6 શ્રમિકો ઘાયલ, 4ને ગંભીર ઇજા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-04-07 10:43:13
  • Views : 123
  • Modified Date : 2023-04-07 10:43:13

દાહોદમાં ગામે મોટી દુર્ઘટના સર્જાઈ છે. દાહોદના આમલી ખજુરીયા ગામે નિર્માણધીન પાણીની ટાંકીનો સ્લેબ તૂટતા 6 શ્રમિકો ઈજાગ્રસ્ત થયા છે. તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તો પૈકી 4 શ્રમિકોની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. હાલ આ મામલે તપાસ કરવામાં આવી છે. 

મળતી માહિતી અનુસાર, આમલી ખજુરીયા ગામે નલ સે જલ યોજના અંતર્ગત પાણીની ટાંકી બનાવવામાં આવી રહી છે. આજે સવારે રાબેતા મુજબ શ્રમિકો કામે લાગ્યા હતા. આ દરમિયાન અચાનક જ પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી થયો હતો. જેમાં 6 જેટલા શ્રમિકો દટાયા હતા. જે બાદ તાત્કાલિક સ્થાનિકો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્થાનિકોએ દટાયેલા શ્રમિકોને બહાર કાઢ્યા હતા, સ્થાનિકો દ્વારા ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સમગ્ર દુર્ઘટનાની જાણ થતા પોલીસ વિભાગની પણ ઘટના સ્થળે પહોંચી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, 4 શ્રમિકોને ગંભીર ઈજા અને બે શ્રમિકોને સામાન્ય ઇજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્ત શ્રમિકોની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. 

 

Download Our B K News Today App



Related News