ડીસા તાલુકા સંઘનું બોર્ડ બરતરફ ઃ છ સભ્યોની સમિતી નિમાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-11 10:43:31
  • Views : 1470
  • Modified Date : 2020-10-11 10:43:31

વિવાદાસ્પદ વહિવટને ડીસા તાલુકા સંઘમાં તપાસ દરમ્યાન થયેલ ગેરરીતિ બાદ રાજ્ય સરકારે છ સભ્યોની સમિતીની રચના કરી છે. ત્યારે શનિવારે ડીસાના ધારાસભ્ય સહિત સમિતીના સભ્યોની હાજરીમાં ચેરમેન
પદનો ચાર્જ લીધો હતો. સાથે ગેરરીતિ કરનાર સંઘના પ્રતિનિધિઓ સામે કડક કાર્યવાહી કરવાની ચિમકી
પણ ઉચ્ચારી હતી.
ખેડૂતોના હિત ધ્યાનમાં રાખી અને વિશ્વાસપાત્ર ખાતર, બિયારણ તેમજ દવા મળી રહે જે માટે ૧૯૫૦ ની સાલમાં ડીસામાં ધી ડીસા તાલુકા ખરીદ-વેચાણ સંઘની સ્થાપના કરવામાં આવી હતી. આ સંઘ ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ નફો કરનાર સંઘ બન્યો હતો. જેને ડીસા અને આસપાસમાં શાખાઓ ઉભી કરી ખેડૂતોને વ્યાજબી ભાવે ખાતર બિયારણ મળી રહ્યું હતું.
પંરતુ છેલ્લા પાંચ વર્ષથી સંઘમાં સત્તાધારીઓ દ્વારા વહીવટમાં રૂ. ૪ કરોડ
ઉપરાંતની ગેરરીતિઓ બહાર આવતા જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમ્યાન ચેરમેન દશરથ દેસાઈ અને બોર્ડ ઓફ ડિરેક્ટરોને નોટીસ ફટકારવામાં આવી હતી. ત્યારબાદ બોર્ડને બરતરફ કરવામાં આવ્યું હતું. જ્યારે જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા છ વ્યક્તિઓની એક સમિતીની રચના કરવામાં આવી હતી. જે સમિતીમાં ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. જેથી શનિવારે ખેડૂતોની હાજરીમાં સમિતીના સભ્યોએ તાલુકા સંઘનો ચાર્જ સાંભળ્યો હતો. ડીસા તાલુકા સંઘમાં છેલ્લા પાંચ વર્ષમાં અનેક મિલકત વેચીને સંઘનું દેવું ભરવામાં આવી રહ્યું છે. સાથે ચાર કરોડ ઉપરાંતની ગેરરીતિ ચેરમેન દ્વારા કરાઈ હોવાનું બહાર આવ્યું છે. ત્યારે હવે સંઘમાં ગેરરીતિ કરનાર સામે સરકાર કાર્યવાહી કરી વસુલાત કરશે કે કેમ ? તે આવનારા સમયમાં ખબર
પડશે.

Download Our B K News Today App



Related News