કુંભાસણ ગ્રામપંચાયતમાં ભ્રષ્ટાચાર મામલે ૬ સભ્યોએ આપ્યા રાજીનામા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-22 14:51:57
  • Views : 796
  • Modified Date : 2020-05-22 14:51:57

કુંભાસણ ગ્રામપંચાયતમાં ભ્રષ્ટાચાર મામલે ૬ સભ્યોએ આપ્યા રાજીનામા  

પાલનપુર તાલુકાની કુભાસણ પંચાયતમાં સરપંચની મનમાનીને લઈને ગામલોકો યાતના ભાગવી રહ્યા છે. એક બાજુ ભરઉનાળે પાણી માટે લોકો ટળવળી રહ્યા છે. ત્યારે ગામના વિકાસના પ્રશ્નોને લઈને ગ્રામ પંચાયતના સદસ્યો દ્વારા અવારનવાર રજુઆત કરતા કોઈ જ પ્રકારનું પરિણામના આવતા ડેપ્યુટી સરપંચ સહિત ૬ સભ્યોએ રાજીનામા આપતા રાજકીય ભુકંપ સર્જાયો છે. ત્યારે ૧૦ વોર્ડ ધરાવતી કુંભાસણ પંચાયતમાં ૬ સભ્યોએ રાજીનામા આપ્યા છે અને ૩ સભ્યો સતત ઘેર હાજર રહે છે ત્યારે  પંચાયતના સદસ્ય અનિલભાઈ સાળવીએ જણાવ્યુ હતુ કે અમારા રાજીનામા મંજુર નહી થાય તો અમે માહિતી અધિકાર હેઠળ માહિતી માંગી તમામ વિગત મેળવી સરપંચ અને લાગતા વળગતા અધિકારીઓ ઉપર પોલીસ ફરીયાદ કરીશુ. આમ એક સાથે ૬ સભ્યોના રાજીનામાથી કુંભાસણમાં રાજકીય ભુકંપ સર્જાયો છે.  


Download Our B K News Today App



Related News