આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લામાં ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-14 15:21:21
  • Views : 216
  • Modified Date : 2021-03-14 15:21:21

         આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લામાં ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 6 લોકોના કમકમાટીભર્યા મૃત્યુ નિપજ્યા હતા જ્યારે 6 લોકો ઘાયલ થતાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત મામલે પોલીસે ટ્રક ડ્રાઈવર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને ફરાર ટ્રક ડ્રાઈવરની શોધખોળ હાથ ધરવામાં આવી છે.અકસ્માતની સૂચના મળતા જ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. અકસ્માત બાદથી જ ટ્રક ડ્રાઈવર ફરાર થઈ ગયો છે. તેમણે જણાવ્યું છે કે ઇજાગ્રસ્તોમાં 3 લોકોની હાલત અત્યારે ગંભીર છે અને સારી સારવાર માટે વિજયવાડાની સરકારી હોસ્પિટલમાં તેમને શિફ્ટ કરવામાં આવ્યા છે. આ મામલે પોલીસ આઈપીસીની ધારા 304 હેઠળ ગુનો દાખલ કર્યો છે. 



     

Download Our B K News Today App



Related News