ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં પણ 6 નવા કોરોના વાયરસની એન્ટ્રી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-15 14:56:13
  • Views : 963
  • Modified Date : 2020-04-15 14:56:13

કોરોના વાયરસની તબાહી વચ્ચે વૈજ્ઞાનિકોએ 6 નવા કોરોના વાયરસની શોધ કરી છે. આ તમામ નવા કોરોના વાયરસ એ જ પરિવારથી છે જે પરિવારનો કોરોના વાયરસ કોવિડ-19 છે, પરંતુ નવા કોરોના વાયરસનું જેનેટિકલ મૉડલ કોવિડ-19થી અલગ છે. આ તમામ કોરોના વાયરસ ભારતનાં પાડોશી દેશ મ્યાંમારનાં ચામાચિડીયામાં મળી આવ્યા છે. કોરોના વાયરસ પરિવારનાં આ 6 નવા સભ્યો મ્યાંમારમાં જોવા મળતી ત્રણ પ્રજાતિઓનાં ચામાચિડીયામાં મળ્યા છે.

જેનેટિકલ મૉડલમાં અંતર

ચામાચિડીયાઓની આ પ્રજાતિઓ છે – ગ્રેટ એશિયાટિક યલો હાઉસ બૈટ, રિંકલ-લિપ્ડ ફ્રી ટેલ્ડ બૈટ અને હૉર્સફીલ્ડ લીફ-નોઝ્ડ બૈટ. આ 6 નવા કોરોના વાયરસને શોધ્યા છે સ્મિથસોનિયન ગ્લોબલ હેલ્થ પ્રોગ્રામનાં વૈજ્ઞાનિક માર્ક વલિટૂટો અને તેમની ટીમે. વૈજ્ઞાનિકોની આ ટીમનાં જણાવ્યા પ્રમાણે આ નવા કોરોના વાયરસ કોરોના પરિવારનાં જ છે, પરંતુ તેમના જેનેટિકલ મૉડલમાં અંતર છે.

ચામાચિડીયાની 11 પ્રજાતિઓનું અધ્યયન કર્યું

વૈજ્ઞાનિકોની ટીમ અત્યારે એ શોધ કરી રહી છે કે આ 6 નવા કોરોના વાયરસ શું માણસોને એટલું જ નુકસાન પહોંચાડી શકે છે, જેટલું કોવિડ-19 પહોંચાડે છે. આ ટીમે મ્યામાંરમાં ચામાચિડીયાની 11 પ્રજાતિઓનું અધ્યયન કર્યું. આમાંથી ત્રણ પ્રજાતિઓમાં આ 6 વાયરસ જોવા મળ્યા છે. આ વાયરસનું નામ છે Predict-CoV-90 (એશિયાટિક યલ્લો હાઉસ બૈટમાં જોવા મળ્યો), Predict-CoV-47 અને Predict-CoV-82 (રિંકલ-લિપ્ડ ફ્રી ટેલ્ડ બેટમાં મળ્યો) અને Predict-CoV-92, 93 અને 96 (લીફ-નોઝ્ડ બૈટમાં મળ્યા.)

750 સેમ્પલ ભેગા કર્યા

આ વાયરસની શોધ માટે વૈજ્ઞાનિકોની આ ટીમે મે 2016થી ઑગષ્ટ 2018 સુધી મ્યાંમારનાં જંગલો, શહેરો, ઐતિહાસિક બિલ્ડિંગોમાં તપાસ કરી. ત્યારે જઇને 750 સેમ્પલ ભેગા કર્યા. ત્યારબાદ આ તમામ સેમ્પલની જુના કોરોના વાયરસની સાથે તપાસ કરી. ત્યારે જઇને ખબર પડી કે 6 નવા કોરોના વાયરસ મળ્યા છે. સ્મથસોનિયન ગ્લોબલ હેલ્થ પ્રોગ્રામની બીજી વૈજ્ઞાનિક સુઝૈન મરેએ જણાવ્યું કે તમામ કોરોના વાયરસ ખતરનાક નથી હોતા, પરંતુ આ અધ્યયન માટે જરૂરી છે.

Download Our B K News Today App



Related News