ડીસાના ધારાસભ્ય વિરૂદ્ધ સમાચાર પ્રસિદ્ધ કરવા બાબતે બી.કે.ન્યૂઝ ચેનલ ઉપર આગામી મુદ્દત સુધી રોક ઃ છ ને નોટિસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-31 12:03:25
  • Views : 7954
  • Modified Date : 2021-03-31 12:03:25

છેલ્લા ઘણા સમયથી ડીસાના ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યાના વિરૂધ્ધમાં બી.કે.ન્યૂઝ ચેનલ દ્વારા સમાચાર પ્રગટ થતાં ડીસા પંથકમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ત્યારે મંગળવારે બી.કે.ન્યૂઝ ચેનલ સહિત છ સામે નોટીસ અપાતા અને બી.કે.ન્યૂઝ ચેનલ સામે
સ્ટે આવતા ભૂકંપ સર્જાયો હતો. બી.કે.ન્યૂઝ ચેનલ દ્વારા ધારાસભ્ય જ નહીં પરંતુ  નગરપાલિકાના પ્રમુખ વિરૂદ્ધ તથ્ય વગરના સમાચાર બનાવવાનો આક્ષેપ બી.કે.ન્યૂઝ ચેનલ ઉપર થતો આવ્યો છે.   પરંતુ આજ દિવસ સુધી કોર્ટમાં જવાની કોઈએ હિંમત નોહતી કરી. ત્યારે ડીસાના ધારાસભ્યએ આ ચેનલ વિરુદ્ધ કલેકટરને પણ ફરિયાદ કરી હતી અને તેના જવાબમાં  બી.કે.ન્યૂઝ ચેનલે  એવા જવાબ રજૂ કર્યો હતો કે અમારી સામે ધારાસભ્યે કોઈ દાવો કે ફરિયાદ કરી નથી અને કલેકટરમાં કિન્નખોરીથી ફરિયાદ કરી છે. પરંતુ આ ફરિયાદ દાખલ થતા સમગ્ર મીડિયા જગત અને રાજકીય
અગેવાનોમાં ખલબલી મચાવી છે.  આ દાવાને નામદાર કોર્ટે દાખલ કરીને  ચેનલના મલિકને કોર્ટમાં હાજર રહેવાનું ફરમાન કરેલ છે. મુદાની વાત એ છે કે, બંન્ને ભાજપના આગેવાનો છે.  તેમાં ગત નગરપાલિકાની ચૂંટણીમાં પણ મગનલાલ માળીની નકારાત્મક ભૂમિકા હોવાનું પણ લોક મુખે ચર્ચાય છે. મગનલાલ માળી ઉપર ભૂતકાળમાં પણ પાર્ટી લેવલે મીડિયાના રોલને લઈ અનેક વાર રજુઆત તો થઈ છે. હવે ભાજપે નક્કર પગલાં લેવા જાેઈએ તેવું ભાજપના પાયાના કાર્યકરોનું કહેવું છે. મગનલાલ કાંતો પાર્ટીમાં રહે કાંતો
ભાજપમાં, કારણ કે બને  બાજુએથી પાર્ટીને નુકશાન  પહોંચાડે છે. આજ દિવસ સુધી પાર્ટીના એજ સમાચાર બન્યા હોય જેના કર્યક્રમમાં મગનલાલ પોતે હાજર હોય, અથવા તેમની ગમતી વાત હોય. આમ મીડિયાને ધંધો બનાવનાર સામે પગલાં લેવાય તેવું પ્રજામાં ચર્ચાય છે.
અમરનાથ કોમ્પલેક્ષમાં જનતા હોસ્પિટલના સમાચાર તારીખ ૪-૧-૨૦૨૧ થી ૧૨-૧-૨૦૨૧ સુધી બી.કે.ન્યૂઝ ચેનલમાં ચાલેલા,  જેનાથી ધારાસભ્ય શશીકાંત
પંડ્યાની પ્રતિષ્ઠાને નુકશાન થાય તેવા સમાચાર પ્રસિદ્ધ કરેલા હતા. જેની સામે ધારાસભ્યે ૧૦ કરોડનો
સ્પે.સિવિલ સૂટ નં. ૨૦૨૧ થી ચેનલ સામે દાવો દાખલ કરેલ છે, જે અંતર્ગત કોર્ટે વચગાળાની મનાઈ હુકમ આપ્યો છે. જેમાં ધારાસભ્યની પ્રતિષ્ઠાને નુકશાન થાય તેવા તારીખ ૬-૪-૨૦૨૧ સુધી કોઈ પણ પ્રકારના સમાચાર પ્રસિદ્ધ કરવા નહીં તેવો સ્ટે આપ્યો છે. તેમજ માલિક મગનલાલ સોલંકી સહિત ૬ સામે નોટિસ ઇસ્યુ કરી છે. જેઓ ૬-૪-૨૦૨૧ ના રોજ કોર્ટમાં હાજર રહેવા આદેશ કર્યો છે.


કોની સામે નોટિસ
૧. બી.કે.ન્યૂઝ ચેનલ
૨.મગનલાલ નારણજી સોલંકી
૩. જયેશ પરમાર
૪. કિમ્બા મોદી
૫. નિકીતા મસાલીયા
૬. શ્વેતા ભાટી (રાજપૂત)
તમામ ઠે. બી.કે.ન્યૂઝ ચેનલ, ડીસા

Download Our B K News Today App



Related News