બેકાબૂ ઇનોવાએ કારને મારી ટક્કર ઃ એક જ પરિવારના ૬ લોકોના મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-09 11:59:52
  • Views : 1614
  • Modified Date : 2020-05-09 11:59:52

રાજસ્થાન સરહદ અમીરગઢ પાસે માવલથી શરૂ થાય છે. ત્યારે રાજસ્થાન માટે બ્લેક ફ્રાયડે ઘાતક સાબિત થયો હતો. જેમાં આબુરોડ પાસે કીવરલી નજીક ભયંકર અકસ્માત થયો હતો, જેમાં એકજ પરિવારના છ લોકોના કમકમાટી ભર્યા મોત થયા હતા. અકસ્માત બાદ મૃતદેહ ગાડીમાં ફસાઈ જતા ક્રેનનો સહારો લેવો પડ્‌યો હતો. અકસ્માત બાદ સિરોહી જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
    લોકડાઉનને લઈ અન્ય રાજ્યોના લોકો રાજસ્થાન આવી રહ્યા છે. ત્યારે એક પરિવાર બપોર બાદ મહારાષ્ટ્રથી સિરોહી તરફ જઈ રહ્યો હતો. ત્યારે આબુરોડ પાસે કિવરલી નજીક પહુંચતા સામેથી આવતી ઇનોવા કારના ચાલકે કાબૂ ગુમાવતા ડીવાયડર કુદાવી બીજી કાર સાથે ધડાકા સાથે અથડાતા ઘટનાસ્થળે ૪ લોકોના મોત થયા હતા. જ્યારે ૨ લોકોના સારવાર દરમિયાન મૃત્યુ થયા હતા. અન્ય ઘાયલોને મહેસાણા રિફર કરાયા હતા. ત્યારે ઘટનાસ્થળે ૧૦૮ પોલીસ આવી ક્રેન દ્વારા કારમાં બેસેલા લોકોને બહાર કાઢી મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા. ઘાયલોને ગ્લોબલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે સિરોહી જિલ્લા પોલીસ વડા કલ્યાણમન મીણા ડીવાયએસપી પ્રવિણકુમાર મામલતદાર દિનેશ આચર્યા પહોંચી ગયા હતા. ઇનોવા કારચાલક પર ગુન્હો નોધી તેની ધરપકડ કરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News