ડીસા રસાણા ગામે એકજ પરીવારના 6 સભ્યોને ફુડ પોઈઝનીંગની અસર થતાં 108 દ્વારા તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-30 11:25:05
  • Views : 243
  • Modified Date : 2022-03-30 11:25:05

ડીસા તાલુકાના રસાણા નાના ગામે એકજ પરીવારના પાંચ સભ્યોને રાત્રે દરમિયાન ભોજન કર્યા બાદ સવારે ઉઠતાં  ફુડ પોઈઝનીંગની અસર થતાં દોડધામ મચી જવા પામી હતી રસાણા ગામે  રહેતા કનુભાઈ ખેમાભાઈ પરમાર ના પરીવારજનો દ્વારા રાત્રે ભોજનમાં સેવ ટમાટા ની સબ્જી અને છીરો આરોગતાં  રાત્રે સુઈ ગયા બાદ સવારે અચાનક ઝાડા ઉલટી અને ચક્કર આવવાના ની અસર થતાં તાત્કાલિક અસરથી રસાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર લીધી હતી જે બાદ વધું સારવાર અર્થે 108 ને જાણ કરાતાં 108 ની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ફુડ પોઈઝનીંગની અસર થયેલા  જીગર કનુભાઈ પરમાર . હેતલબેન જીગરભાઈ.જીગ્નેશ કનુભાઈ

વંશ જીગરભાઈ

હર્ષ જીગરભાઈ

નરેશ વીનાભાઈને ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબો દ્વારા ઈમરજન્સી સારવાર આપ્યા બાદ તમામ લોકોને દાખલ કરવામાં આવ્યા હતાં જોકે રસાણા ગામે એકજ પરીવારના 6 સભ્યોને ફુડ પોઈનીગની અસર થતાં અફડાતફડી મચી જવા પામી હતી બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી અનેક ચીજવસ્તુઓમાં ભેળસેળ થતું હોવાની અનેક કિસ્સાઓ દિનપ્રતિદિન બહાર આવી રહ્યા છે ત્યારે આજે ડીસા તાલુકાના રસાણા ગામે ફુડ પોઈનગની અસર થતાં 6 જેટલા પરીવારના સભ્યોને ઝાડા ઉલટીનાં કેસો બહાર આવ્યા છે જોકે બનાસકાંઠા જિલ્લા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પણ હજુસુધી કોઈ તપાસ કરવામાં આવી ન હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે ફુડ પોઈઝનીંગની અસરના પગલે સારવાર માટે ગયેલ 108 ની ટીમ દ્વારા રસાણા ગામે પહોંચે તે પહેલાં રેલવે ફાટક બંઘ થતાં  108 ને રેલવે ટ્રેન પસાર થઈ ત્યાં સુધી ઉભી રાખવાની ફરજ પડી હતી

Download Our B K News Today App



Related News