થરાદમાં ચોરોનો તરખાટ છ મંદિરોમાં ચોરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-28 11:59:27
  • Views : 373
  • Modified Date : 2019-09-28 11:59:27

થરાદમાં એક જ રાત્રિએ છ મંદિરો અને એક ગલ્લામાં ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે.  જેમાં મંદિરમાં ચોરી કરતા બુકાનીધારી તસ્કરો સી.સી.ટી.વી.માં કેદ થઈ જતા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
થરાદ શહેરમાં આવેલા ૬ જેટલા મંદિરો અને એક ગલ્લાને તસ્કરોએ નિશાન બનાવ્યું છે. જેમાં મોડીરાત્રે શહેરમાં આવેલ શેણલ માતાજીનું મંદિર, દશામાંનું  મંદિર અને શેણલ નગરમાં આવેલ ૪ મંદિરો સહિત કુલ ૬ મંદિરોમાં પાંચ જેટલા બુકાનીધારીઓએ તરખાટ મચાવ્યો હતો. જેમાં મંદિરોમાં માતાજીના પહેરાવેલ આભુષણો તેમજ દાનપેટીની રકમ સહિત લાખ્ખો રૂપિયાની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા છે. જ્યારે એક ગલ્લામાં
પણ ચોરી થઈ હતી. આમ  વહેલી સવારે ચોરી અંગેની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે
પહોંચી હતી. જેમાં મંદિરમાં ચોરી કરવા આવેલા ૫ જેટલા બુકાનીધારી અજાણ્યા શખ્સો સી.સી.ટી.વી.માં કેદ થઈ ગયા હતા. જેથી આ સમગ્ર બાબતે
પોલીસે સી.સી.ટી.વી. આધારે અજાણ્યા તસ્કરો સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News