સિદ્ધપુરમાં તસ્કરોએ મચાવ્યો તરખાટ ૬ મકાનોના તાળા તૂટયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-09 11:33:48
  • Views : 462
  • Modified Date : 2019-12-09 11:33:48

સિદ્ધપુરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. ગત શનિવારની મોડી રાત્રીએ સિદ્ધપુરની ભાઈકાકા સોસાયટીની પાછળ આવેલી ધરણીધર સોસાયટીના ચાર મકાનો તેમજ પુષ્પ વાટિકા સોસાયટીના બે મકાનો મળી એક જ રાત્રીમાં છ મકાનોના તાળા તૂટયા હતા. જેમાં પાંચ બંધ મકાન અને એક ખુલ્લા મકાનમાં ચોરી થઈ છે. તસ્કરો સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે. સીસીટીવી ફૂટેજમાં દેખાવા પ્રમાણે આ ચડ્ડી બનીયાનધારી ટોળકી હોવાનું જણાઈ રહ્યું છે. ત્યારે એક મકાન માલિક દ્વારા સિદ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવામાં આવી છે. સિદ્ધપુર
પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરી છે.       
શિયાળાની ઠંડીની શરૂઆતની સાથે જ સિદ્ધપુર શહેરમાં તસ્કરોએ તરખટ મચાવવાનો શરૂ કર્યો છે. જોકે સીસીટીવી કેમેરામાં કેદ થયેલા આ તસ્કરો ચડ્ડી બનિયાન
પહેરીને આવી ચોરીને અંજામ આપ્યો હોવાથી આ ટોળકી ચડ્ડી બનિયાન ધારી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સિદ્ધપુરની ધરણીધર સોસાયટી અને પુષ્પવાટિકા સોસાયટીમાં રાત્રિના સુમારે તસ્કરો ત્રાટકયા હતા. તસ્કરોએ તાળા તોડી પ્રવેશ કરી રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા અને ભરચક સોસાયટીમાં તસ્કરો ત્રાટકતા રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ચોરીની ઘટના બનતા સવારમાં સોસાયટીના રહીશો ભેગા થયા અને ત્યારે બીજા મકાનોને જોતા જે-જે મકાનો બંધ હતા તે તપાસ કરતા ખ્યાલ આવ્યો કે બંધ બધા જ મકાનોના તાળા તુટેલા હોવાથી તેમણે તાબડતોબ ઘર માલિકોને જાણ કરતા ઘરમાલિકો દોડતા આવ્યા હતા. આ તમામ  મકાનોમાં ચોરી થયેલી હતી.
સિદ્ધપુર ભાઈકાકા સોસાયટીની પાછળ આવેલી ધરણીધર બંગ્લોઝ ઘર નંબર ૧૦૬ માં રહેતા કાશીરામભાઈ ગણેશભાઈ પ્રજાપતિના આવી પોતાના મકાનમાં તપાસ કરતા ઘરના બેડરૂમમાં જોતા વસ્તુ વેરવિખેર પડેલી હાલતમાં હતી અને ગોદડા કબાટમાં અંદર મૂકેલા રોકડા રૂપિયા ૭૦,૦૦૦ હજાર અને ગોદડા કબાટમાં મૂકેલી સૂટકેશમા મૂકેલ સોના ચાંદીના દાગીના જેમાં સોનાના દસ દસ ગ્રામના બે સિક્કા જેની કિંમત આશરે ૬૦,૦૦૦ હજાર અને સોનાની વિટી દોઢ તોલાની કિંમત ૪૦,૦૦૦ હજાર અને ચાંદીની લકી દોઢસો ગ્રામ જેની કિંમત આશરે ૪૦૦૦ હજાર મળી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ
રૂ. ૧,૭૪,૦૦૦/-ની ચોરી થવા પામી હતી. જે અંગેની
પોલીસ ફરિયાદ નોંધાવતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચીને ડોગ સ્કવોડ અને એફએસએલની મદદ લઈને તેમજ સીસીટીવી ફૂટેજ મેળવી તે દિશામાં કાર્યવાહી હાથ ધરી છે.


Download Our B K News Today App



Related News