મોડાસામાં અકસ્માતમાં 6ના મોતની આશંકા: કેમિકલ ભરેલા ટેન્કરમાં ટક્કર બાદ ભભૂકી ઉઠી આગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-21 10:44:55
  • Views : 240
  • Modified Date : 2022-05-21 10:44:55

મોડાસામાં અકસ્માતમાં 6ના મોતની આશંકા: કેમિકલ ભરેલા ટેન્કરમાં ટક્કર બાદ ભભૂકી ઉઠી આગ

 

રાજ્યમાં અકસ્માતના બનાવો વધી રહ્યા છે. તેમાં પણ ગરમીને કારણે આગ લાગવાની ઘટના પણ વધી રહી છે. ક્યારેક ઓવરસ્પીડ તો ક્યારેક  રોન્ગ સાઇડને કારણે અકસ્માતો વધારે બને છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં ત્રિપલ અકસ્માતની ગમખ્વાર ઘટના બની. મોડાસાના આલમપુર પાસે ભયાનક ત્રિપલ અક્સમાત સર્જાયો.

બે ટ્રક- કાર વચ્ચે અકસ્માત

મોડાસાના આલમપુરમાં બે ટ્રક અને એક કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો. કેમિકલ ભરેલા ટ્રક સાથે કાર અથડાતા આગની જ્વાળાઓ ફાટી નીકળી. પળવારમાં જ ભીષણ આગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. અકસ્માતમાં 6 થી વધુ લોકોના મોત થયા હોવાની આશંકા છે. જો કે એક મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે. આગને કારણે મોડાસા - નડિયાદ હાઇવે બંધ કરવામાં આવ્યો. તેમજ આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગને જાણ કરવામાં આવીછે,. આ મોટા અકસ્માતને કારણે બંને તરફ 10 કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. 

 

Download Our B K News Today App



Related News