ડીસા થરાદ હાઇવે પર અકસ્માત સર્જાયો 6 લોકો ઈજાગ્રસ્ત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-12 11:16:16
  • Views : 268
  • Modified Date : 2022-05-12 11:16:16

 

ડીસા થરાદ હાઇવે પર રિક્ષા પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે લવાયા હતા.

 

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ખાસ કરીને નેશનલ હાઈવે પર છેલ્લા એક અઠવાડિયામાં અનેક નાના-મોટા અકસ્માત સર્જાયા છે જેમાં અત્યાર સુધી અનેક લોકો ના મોત પણ નીચે છે ત્યારે આવો એક અકસ્માત આજે ડીસા થરાદ હાઇવે પર બન્યો હતો જેમાં કાપરા થી રીક્ષા કરીને ડીસા તરફ આવી રહ્યા હતા તે સમયે અચાનક રીક્ષાનું ટાયર નિકળી જતા રીક્ષા રોડ પર પલટી ખાઇ જવા પામી હતી. રિક્ષામાં સવાર ચા મુસાફરોને નાની મોટી ઈજા થઈ હતી જેથી તાત્કાલિક તેમને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં એક યુવકની હાલત ગંભીર હોવાના કારણે તેમને વધુ સારવારાર્થે પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યા હતા

Download Our B K News Today App



Related News