ઈડરમાં 24 કલાકમાં 6 ઇંચ વરસાદ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-11 15:34:35
  • Views : 94
  • Modified Date : 2023-07-11 15:34:35

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયેલો છે. વરસાદના પગલે સ્થાનિક નદીઓમાં પાણીની ભારે આવક થઇ રહી છે. ઈડરમાં ચોવીસ કલાક દરમિયાન 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.સાબરકાંઠા જિલ્લામાં જાલીયા નજીક પસાર થતી સ્થાનિક નદીમાં પણ ઘોડાપૂર આવ્યુ છે. નદીમાં પાણીની આવક વધતા એક યુવક ફસાયો હતો. જો કે સ્થાનિકોએ તણાઈ રહેલા યુવકનું રેસ્ક્યૂ કર્યુ હતુ અને તેને બચાવી લીધો હતો. મહત્વનું છે કે નદીમાં ભારે પ્રવાહ હોવા છતાં નદી ઓળંગવા પ્રયાસ કરતા યુવક ફસાયો હતો.

Download Our B K News Today App



Related News