દ્વારકાના જગત મંદિર પર હવે ચઢાવવામાં આવશે 6 ધ્વજા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-13 15:11:36
  • Views : 96
  • Modified Date : 2023-07-13 15:11:36

ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાના જગત મંદિરમાં રોજ લાખો ભક્તો દર્શન કરે છે. આ પૌરાણિક મંદિરમાં ધજા ચઢાવવાનું અનેરુ મહત્વ હોય છે. અહી મંદિરના શિખર પર રોજ 5 ધજા ચઢતી હોય છે. પરંતુ હવેથી મંદિર પર પાંચને બદલે છ ધજાઓ ચઢાવવામાં આવશે. તાજેતરમાં બિપોરજોય વાવાઝોડાના ખતરાને કારણે ભારે પવનને કારણે મંદિર પર ધજા ચઢાવવાનું બંધ કરાયુ હતું.તેમજ આ ધજા ભગવાનને પ્રસાદ રૂપે અર્પણ કરાઈ હતી. ત્યારે હવે વાવાઝોડાને કારણે ન ચઢાવી શકાયેલી ધજાને હવે ફરીથી શિખર પર ચઢાવામાં આવશે. ભારે પવનનાં કારણે લગભગ 15 જેટલી ધજા ચઢાવી શકાઈ ન હતી. આમ તો પરંપરા મુજબ દરરોજ જગત મંદિરનાં શિખર પર પાંચ ધજાજી ચઢાવવામાં આવે છે. પરંતુ હવેથી 6 ધ્વજા ચઢાવમાં આવશે. જગત મંદિર પર ધ્વજારોહણ માટે 2024 સુધી દાતાઓનું બુકિંગ ફુલ થઈ ગયુ છે.

Download Our B K News Today App



Related News