બનાસકાંઠામાં કાંકરેજ ના દુદાસણ પાસેથી રોયલ્ટી ચોરી કરતા 6 ડમ્પર ઝડપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-22 11:54:11
  • Views : 295
  • Modified Date : 2021-12-22 11:54:11

 

ગેરકાયદેસર રેતી ભરેલા 6 ડમ્પર સહિત 1.20 કારોડ નો મુદામાલ જપ્ત

 

બનાસકાંઠા જિલ્લામાં આજે ફરી એકવાર ભૂસ્તર વિભાગની ટીમે સપાટો બોલાવ્યો હતો અને કાંકરેજના દુદાસણ ગામેથી રેતી તસ્કરી કરતા ડમ્પર ઝડપી પાડી કુલ 1.20 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ ડમ્પર માલિકોને 40 લાખ રૂપિયાનો દંડ ફટકારવાની કાર્યવાહી હાથ ધરી છે.

 

કાંકરેજ તાલુકાના દુદાસણ ગામ પાસેથી પસાર થતી બનાસ નદીમાં થી ખનીજ ચોરી ઝડપાઈ છે. જિલ્લા ભૂસ્તર શાસ્ત્રી સુભાસ જોશી ને આજે ખાનગી રાહે માહિતી મળતા જ તેમની ટીમે દુદાસણ ગામ પાસે તપાસ શરૂ કરી હતી. જેમાં તપાસ કરતાં બનાસ નદી માંથી રોયલ્ટી ભર્યા વગર ગેરકાયદેસર રેતી ભરીને જઈ રહેલા 6 ડમ્પર ઝડપી પાડયા હતા. ટીમે ડમ્પર સહિત કુલ 1.20 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો,  જ્યારે ડમ્પર માલિક પાસેથી 15 લાખ રૂપિયાનો દંડ વસુલવાની કાર્યવાહી શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા એક અઠવાડિયામાં જ ભૂસ્તર વિભાગની ટીમે અલગ-અલગ જગ્યાએથી ખનીજ ચોરી ઝડપી કુલ 40 લાખનો દંડ વસુલ કરતા અન્ય ભૂમાફિયાઓ માં ફફડાટ ફેલાયો છે.

Download Our B K News Today App



Related News