રાજ્યમાં ધુળેટીના દિવસે ડૂબવાની 6 ઘટના, 2 સગીર સહિત 8ના ડૂબી જવાથી મોત, 2 લાપતા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-30 11:51:01
  • Views : 250
  • Modified Date : 2021-03-30 11:51:01

    રાજ્યભરમાં કોરોના મહામારી વચ્ચે પણ રંગોના તહેવાર હોળી-ધુળેટીની ઉજવણી કરવામાં આવી હતી. એક તરફ રાજ્યમાં જ્યાં હર્ષોલ્લાસનો માહોલ હતો ત્યાં બીજી તરફ છ સ્થળોએ ધુળેટીમાં ગમગીનીના રંગ ભળ્યા હતા. સોમવારે ધુળેટીના દિવસે ભાવનગર, સુરત, રાજકોટ, વલસાડ, દાહોદ અને ભરૂચ જિલ્લામાં નદી અને દરિયામાં ડૂબી જવાની 6 ઘટનાઓ બની હતી. જેમાંથી 2 સગીર સહિત 8ના મોત નીપજ્યાં છે. જ્યારે વલસાડમાં 2 તરૂણોની હજી સુધી ભાળ મળી નથી.

    ભાવનગર જિલ્લાના કોળિયાકના દરિયામાં ધુળેટીના તહેવાર ને લઈ લોકો દરિયાકિનારે નાહવા ઉમટી પડ્યા હતા જેમાંથી ત્રણ યુવાનો નાહવા ડૂબવા લાગ્યા હતા 2 યુવાનો ડૂબી જતાં મોત નિપજ્યા હતા અને એક ને ગંભીર હાલતે ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે ખેસડવામાં આવ્યો હતો.પ્રાપ્ત થતી માહિતી મુજબ ધૂળેટીના તહેવાર નિમિત્તે આ યુવાનો કોળીયાક નિષ્કલંક મહાદેવના દરિયામાં નાહવા માટે ગયા હતા તે સમયે દરિયાના પાણીમાં ગરકાવ થઇ જતા પંકજભાઈ સરવૈયા ઉંમર વર્ષ,25 રાકેશભાઈ ઉંમર 26 નામના યુવાનનો દરિયાની વળતી ઓટમાં ડૂબી જવાથી મોત નિપજ્યા છે, જ્યારે સાથે રહેલ અન્ય એક યુવાનનું સ્થાનિક તરવૈયાઓ દ્વારા રેસ્ક્યુ કરી આબાદ બચાવ કરી લેવામાં આવ્યો છે.

    સુરતના ચલથાણની 5 વીઘા સરકારી જમીન પર નવા બનાવાયેલા તળાવમાં ધુળેટીના દિવસે નાહવા પડેલા બાજુના ગામના 2 પરપ્રાંતીય સગીરો ડૂબી ગયા હતા. ત્યાર બાદ સત્યમ માલી અને સૌરભ રોય નામના બન્ને સગીરનાં મોત થયાં હતાં. ફાયર કોલ બાદ મોડે મોડે એક કલાક બાદ પહોંચેલી ફાયરબ્રિગેડે બન્ને સગીરની બે કલાકની જહેમત બાદ લાશ બહાર કાઢી હતી. ત્યાર બાદ બન્ને સગીરના મૃતદેહને ચલથાણની ખાનગી હોસ્પિટલમાં કોલ્ડસ્ટોરેજના રાખવામાં આવ્યા હતા.

    વાપીની દમણગંગા નદીમાં પાંચ જેટલા સ્થાનિક તરુણો ધૂળેટી પર્વના દિવસે નદીમાં નાહવા આવ્યા હતા. નદીમાં કેટલાક અન્ય સ્થાનિક લોકો પણ નદીમાં સ્થાન કરી રહ્યા હતા. અચાનક નાહવા આવેલા પાંચ સ્થાનિક તરુણો ડૂબવા લાગ્યા હતા. તેથી નદીમાં સ્થાન કરી રહેલા પાંચ તરુણોને ડૂબતા જોઈને સ્થાનિક લોકોએ પાંચ પૈકી ત્રણ તરુણોને સમયસૂચકતા વાપરીને બચાવ્યા હતા. તથા ડૂબેલ બે તરુણોને બચાવવા સ્થાનિક લોકોએ વાપી GIDC ફાયર ફાઇટર અને વાપીની રેસ્ક્યુ ટીમને જાણ કરી હતી. તેથી તાત્કાલિક વાપી GIDCની ફાયર ફાઈટરની ટીમ અને વાપી રેસ્ક્યુ ટીમે ઘટના સ્થળે પહોંચી ડૂબેલ બંને તરુણોને શોધખોળ કરવાના પ્રયત્નો હાથ ધર્યા છે.

    ઝઘડીયાથી કબીરવડ જવાના રસ્તે આવતી નર્મદા નદીમાં ડૂબી જવાથી યુવાનનું મોત નિપજયું હતું. ડૂબી જનાર યુવાન ઝઘડિયાના રાણીપુરા ગામનો 22 વર્ષીય દર્પણ પટેલ હોવાનું જાણવા મળી રહ્યું છે. યુવાન તેના મિત્રો સાથે નર્મદા નદીમાં નહાવા ગયો હતો. જે વેળા એકાએક નદીના પાણીમાં તે તણાવા લાગ્યો હતો. અને જોતજોતામાં તે ડૂબી ગયો હતો. ઘટના બની તે પૂર્વે નર્મદા નદી કિનારે લોકોનો મેળાવડો જામ્યો હતો.


Download Our B K News Today App



Related News