ગુજરાતના નિમ ખંભાળિયા ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની કુસ્તી સ્પર્ધામાં ડીસાની આદર્શ સ્કૂલની ૨ રમતવીરો બ્રોન્ઝમેડલ મેળવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-01-05 12:21:22
  • Views : 209
  • Modified Date : 2022-01-05 12:21:22

 

તાજેતરમાં રાજ્યકક્ષાની નીમ ખંભાળિયા ખાતે કુસ્તી રમતમાં ડીસાની આદર્શ સ્કૂલની બે વિદ્યાર્થિનીઓએ બ્રોન્ચ મેડલ મેળવતા શાળા પરિવાર વતી સન્માન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ અભ્યાસની સાથોસાથ રમત ગમત વિશે જાણતા થાય તે માટે દર વર્ષે શાળા અને કોલેજો દ્વારા વિવિધ રમતોનું આયોજન કરવામાં આવતું હોય છે અલગ-અલગ રમતોના આયોજન થકી રમતવીરો પોતાનામાં રહેલ કૌશલ્ય બતાવી દેશ અને દુનિયામાં નામ રોશન કરતા હોય છે ત્યારે તાજેતરમાં નીમ ખંભાળિયા મુકામે રાજ્યકક્ષાની કુસ્તી સ્પર્ધા યોજાઇ હતી સ્પર્ધામાં અલગ અલગ જિલ્લાઓમાંથી અનેક શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં ડીસાની આદર્શ સ્કૂલની બે વિધાર્થિની હોય પણ ભાગ લીધો હતો. અને ગુજરાતમાંથી આવેલ અલગ અલગ શાળાઓની વિદ્યાર્થીનીઓ સાથે તેઓએ કુસ્તીની રમતમાં ટક્કર થઈ હતી. જેમાં કુસ્તીની રમતમાં બનાસકાંઠા જિલ્લાની બહેનોએ સારુ પ્રદર્શન કરતા એક સિલ્વર મેડલ તથા બ્રાન્ચ મેડલ પ્રાપ્ત કર્યા હતા. જેમાં ડીસાની આદર્શ વિદ્યા સંકુલની વિદ્યાર્થીનીઓએ પણ સમગ્ર ગુજરાતમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા જેમાં ઝાલા ગીતાબા દશરથસિંહ ૭૬ કિલો વજનની કેટેગરીમાં બ્રાન્ચ મેડલ પ્રાપ્ત કરેલ છે તથા મીણા કાજલ કિશનભાઇ 62 કેટલો વજન કેટેગરીમાં રાજ્યકક્ષાએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરે છે.

ગુજરાત રાજ્યના નીમ ખંભાળિયા મુકામે યોજાયેલી રાજ્યકક્ષાની સ્પર્ધામાં ડીસાની આદર્શ વિદ્યા સંકુલ ની બે વિદ્યાર્થિનીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરવા બદલ પણ લોકોને શાળા ના પ્રધાનાચાર્ય કેપી રાજપુત અને સંસ્કાર મંડળના પદાધિકારીઓએ અભિનંદન પાઠવ્યા હતા પત્ર કોને તૈયાર કરનાર શાળાના વ્યાયામ શિક્ષક હરેશભાઈ તથા ઈશ્વર ભાઈ રાવળ ને પણ શાળા પરિવાર વતી અભિનંદન અને શુભકામનાઓ આપવામાં આવી હતી અને આગળ હજુ પણ ડીસા આદર્શ સ્કૂલ ના વિદ્યાર્થીઓ રમતગમત ક્ષેત્રે સારું પ્રદર્શન કરી રાજ્ય સમાજ દેશમાં નામ રોશન કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી.

Download Our B K News Today App



Related News