બનાસકાંઠા જિલ્લામાં દલિત અત્યાચારની ઘટના પાલનપુરના નળાસર ગામે ૫૮ દલિતોનો બહિષ્કાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-27 11:02:39
  • Views : 1708
  • Modified Date : 2021-03-27 11:02:39

આપણો દેશ બંધારણ દ્વારા સંચાલિત છે. બંધારણમાં સૌને સમાન અધિકાર છે. ૭૩ વર્ષની આઝાદી પછી પણ ગાંધીના ગુજરાતમાં  દલિત પરિવારો અત્યાચારનો ભોગ બન્યા છે. ત્યારે આવી જ ઘટના પાલનપુર તાલુકાના નળાસર ગામે બનવા પામી છે. જેમાં ગામલોકોએ દલિતોનો બહિષ્કાર કર્યો હતો. આ બાબતની ૧૩ લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.  
પ્રાપ્ત માહિતી મુજબ
પાલનપુર તાલુકાના નળાસર ગ્રામજનો દ્વારા ૨૧ માર્ચથી ૫૮ દલિત વ્યક્તિઓનો  બહિષ્કાર કર્યો છે.  આ અંગે સ્થાનિક અગ્રણીએ જણાવ્યું કે સ્થાનિક કક્ષાએ ગ્રામજનો કોઈ જ સહયોગ કરતા નથી. આ સમગ્ર મામલો શુક્રવારે સીધો જિલ્લા
પોલીસ વડા કચેરીએ પહોંચ્યો હતો. આ બનાવ અંગે જિલ્લા પોલીસ વડા કચેરી હવે આગળ શું કાર્યવાહી કરે છે. આ અંગે દલિત આગેવાનો અને સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે.

Download Our B K News Today App



Related News