પાટનગર ગાંધીનગરમાં ઘ-૫ નજીક આવેલા સેકટર-૧૬ ફૂડ કોર્ટમાં ૫૭ પ્લોટની ફાળવણી ક્યારે થશે ?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-01 11:49:11
  • Views : 317
  • Modified Date : 2020-09-01 11:49:11

સેક્ટર-૧૬ ના ચોપાટી વિસ્તાર તરીકે જાણીતા ફૂડ કોર્ટમાં ૯૬ સ્ટોલમાંથી ફક્ત ૩૯ પ્લોટની ફાળવણી કરાઇ છે. જ્યારે સત્તાવન જેટલા સ્ટોલ ખાલી અને બિન ઉપયોગી બંજર જેવી હાલતમાં પડેલા હોય આવા બિનવારસી બિન
ઉપયોગી સ્ટોલ અસામાજિક પ્રવૃત્તિઓનો અડ્ડો બની જવા
પામ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ ૧૯૮૪ માં સેક્ટર-૧૬ માં ઘ-૫ પાસેના મેદાનમાં ખાણીપીણીની ફૂડકોર્ટ બનાવવામાં આવી હતી, જેના ૯૬ સ્ટોલ તૈયાર કરવામાં આવ્યા હતા. ઘ-૫ ખાતે લારી ગલ્લાના ખાણીપીણીના વેપાર કરતા લોકો માટે જ ફૂડ કોર્ટ બનાવવામાં આવી હતી. નોટિફાઇડ ઓફિસ દ્વારા લાભાર્થીઓની યાદી પણ તૈયાર કરવામાં આવી હતી. જોકે આ યાદીને લઇને ઘણો વિવાદ સર્જાયો હતો. જેથી ઘણા વર્ષો આ ફૂડ કોર્ટની ફાળવણી સ્થગિત થઇ ગઇ હોવાથી જર્જરિત થઇ જવા પામી હતી. તેમજ બિન અધિકૃત સેવા અસામાજિક તત્વોની અનૈતિક પ્રવૃત્તિઓને કારણે સરકારે આ ફૂડ કોર્ટના સ્ટોલની હરાજી કરી ૩૯ સ્ટોલની ફાળવણી પણ કરી દેવામાં આવી હતી. બાકીના ૫૭ જેટલા સ્ટોલ ખાલી પડયા છે. જેની ફાળવણી કરવા માટે આજદિન સુધી સરકાર કક્ષાએથી કોઈ ગતિ વિધિ કરવામાં આવી નથી. જેથી આવા અવાવરું રણીધણી વગરના સ્ટોલમાં અસામાજિક તત્ત્વોએ ફરીથી કબજો જમાવી દીધો છે. અહી રાતના અંધારામાં સમાજમાં લાંછનરૂપ પ્રવૃત્તિઓ ચાલી રહી છે તે સામે કોઈપણ જાતની કાર્યવાહી થતી નથી. જેથી અસામાજિક તત્ત્વો બેફામ બનીને રાત્રે અનૈતિક પ્રવૃત્તિઓ આદરી રહ્યા છે. જેની જાણ તંત્રને હોવા છતાં જવાબદાર તંત્રના પેટનું પાણી
 પણ હલતું નથી. જોકે હાલમાં
પણ લાભાર્થીઓની યાદીમાં સમાવિષ્ટ ૨૩ જેટલા ઈસમોએ હરાજીથી સરકારના નિયમો મુજબની કાર્યવાહીથી સ્ટોલ ફાળવવા માટે સરકારમાં લેખિત અને મૌખિક અનેકવાર રજૂઆતો કરી છે. પરંતુ આ બાબતે સરકાર કે જિલ્લા વહીવટી તંત્રએ ભારે ચૂપકીદી સાધી લીધી છે. સરકારની આર્ત્મનિભર થવાની વાતો પણ કોરાણે મુકાઈ ગઈ છે. તેથી આર્ત્મનિભર થવા માંગતા લારીધારકોના હિતમાં ફાળવણી કરાય તેવી માંગ ઊભી થવા
પામી છે.

Download Our B K News Today App



Related News