દાંતીવાડા પાસેથી ૫૭ પશુઓ ઝડપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-01 10:58:43
  • Views : 305
  • Modified Date : 2021-01-01 10:58:43

વર્ષના અંતિમ દિવસે  બનાસકાંઠા દાંતીવાડા ખાતે જીવદયા પ્રેમીઓએ કતલખાને જતા ઘેટાં-બકરાંનો જીવ બચાવ્યો હતો. કતલખાને જતી મિની ટ્રકને ઝડપી ૫૭
ઘેટાં-બકરાં બચાવીને કાંટ
પાંજરાપોળને સોંપ્યા હતા.
સ્વર્ગસ્થ જીવદયા પ્રેમી ભરતભાઈ કોઠારીની ટીમને ઘેટાં-બકરાં ભરેલી ટ્રક કતલખાને જતી હોવાની માહિતી મળતા જ પોલીસને સાથે રાખી દાંતીવાડા પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન એક શંકાસ્પદ મીની ટ્રક જણાતા તેની તલાસી લેતાં તેમાંથી ઠાંસી ઠાંસીને ભરેલા ૫૭ ઘેટાં-બકરાં મળી આવ્યા હતા. જેથી પોલીસે આ ઘેટાં-બકરાં ભરેલી મીની ટ્રક સહિત ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે બચાવેલ ૫૭ જેટલા ઘેટાં-બકરાને ડીસા પાસે આવેલ કાંટ પાંજરાપોળને સોંપ્યા હતા. જ્યાં તપાસ કરતા ગૂંગણામણના કારણે બે ઘેટાના  મોત નિપજ્યા હતા. જ્યારે ૫૫ પશુઓને સારવાર અપાઈ હતી. આ અંગે હાલ દાંતીવાડા પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે ગુનો નોંધી આ પશુ ક્યાંથી આવ્યા હતા અને ક્યાં લઈ જવાતા હતા તે દિસામાં તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News