ધાનેરા તાલુકામાં ડીપ્થેરીયાના ૫૭ જેટલા કેસ બહાર આવ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-26 11:40:48
  • Views : 599
  • Modified Date : 2019-10-26 11:40:48

ધાનેરા તાલુકામાં ડીપ્થેરીયાના કેસમાં ૬ જેટલા બાળકો મોતને ભેટતા આરોગ્ય વિભાગ દ્વારા ધાનેરા તાલુકામાં ગામડે ગામડે સર્વે કરવામાં આવતા શકાસ્પદ ૫૭ જેટલા કેસ બહાર આવવા પામ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા તાલુકામાં ૯૦% બાલકોને વેકસીનથી સુરક્ષિત કરવામાં આવ્યા હોવાનું જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું.
ડીપ્થેરીયાના કેસને લઇને ધાનેરા તાલુકો ગાંધીનગર સુધી ચર્ચાના એરણે ચડ્યો હતો.  ધાનેરા તાલુકાના આરોગ્ય અધિકારી ડો. પી.એમ. ચૌધરી તથા તેમની ટીમ દ્વારા તાલુકામાં આવા સસ્પેક્ટેડ ડીપ્થેરીયા દેખાય તેવા કેસ પણ શોધવાનું સતત ચાલુ રાખતા ૫૭ જેટલા બાળકો મળી આવ્યા હતા. તમામને સારવાર આપવામાં આવી હતી જેમાંથી ૬ બાળકોના મરણ થયા હતા. જ્યારે ૩૫ જેટલા બાળકો સારવાર લઇને પોતાના ઘરે સુરક્ષિત છે. ત્યારે ૧૬ જેટલા બાળકો અત્યારે પણ ડીસા,
પાલનપુર તેમજ અમદાવાદ સિવિલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. ત્યારે તાલુકામાં વધારે પડતા ડીપ્થેરીયાના કેસ બહાર આવતા આરોગ્ય વિભાગે પણ ધાનેરા તાલુકાના તમામ ગામડાઓમાં ૦ થી ૧૫ વર્ષના બાળકને ડીપ્થેરીયાની રસી આપવા માટે ઝુંબેશ ચાલુ કરાવી હતી. જેમાં થરાદ, દાંતીવાડા તેમજ દિયોદરથી આરોગ્ય વિભાગના ૧૫૦થી પણ વધારે ફિમેલ હેલ્થ વર્કરને ધાનેરા ખાતે ડેપ્યુટેશન ઉપર મોકલવામાં આવ્યા હતા. તાલુકામાં ૯૦ જેટલા બાળકોને રસી કરણથી સુરક્ષિત કરવામાં આવ્યા છે. તાલુકામાં ૫૦ હજાર જેટલા બાળકો છે જેમાં ૪૫૦૦૦ જેટલા બાળકોને આરોગ્ય વિભાગ દ્વારા ડીપ્થેરીયાની રસી આપવામાં આવી છે.
જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો. ફેન્સી તથા એપેડેમીક મેડીકલ ઓફીસર ડો. ગર્ગ બન્ને અધિકારીઓ ધાનેરા તાલુકાના ગામડાઓની મુલાકાતે પહોંચ્યા હતા. કેટલાંક ખેતરો એવા હતા જ્યાં ગાડી પણ જાય તેમ ન હોવાથી જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી પોતાની ગાડી મુકીને ચાલીને લોકોની મુલાકાત કરી હતી.  ગામડાના ખેતરોમાં ફરતી આરોગ્ય વિભાગની આવી કઠીન કામગીરી બાબતને તેમને બીરદાવી હતી.  લોકોને પણ ડીપ્થેરીયાની રસી ફરજીયાત પોતાના બાળકોને અપાવવા માટે ખાસ ભલામણ કરી હતી.

Download Our B K News Today App



Related News