કોરોનાને લઈને નવ માસથી બંધ રહેલી બનાસકાંઠામાં ૫૬૯ શાળાઓ ધમધમી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-12 11:35:08
  • Views : 385
  • Modified Date : 2021-01-12 11:35:08

ગુજરાત સરકારની ગાઈડ લાઈન  મુજબ  ધોરણ-૧૦ અને ૧૨ની શાળાઓ સોમવારથી શરૂ થઈ છે.  જે અંતર્ગત  બનાસકાંઠા જિલ્લાની ૫૬૯ જેટલી શાળાઓમાં આજે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે પ્રથમ દિવસે આવ્યા હતા. અને તમામ વિદ્યાર્થીઓને માસ થર્મલગન દ્વારા ચેકિંગ અને સેનીટાઇઝર કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવ્યો હતો.
સરકારની ગાઈડલાઈન મુજબ સોમવારથી રાજ્યની તમામ શાળાઓ શરૂ થઈ ગઈ છે. બનાસકાંઠા જિલ્લામાં પણ આજે ૫૬૯ જેટલી ધોરણ ૧૦ અને ૧૨ ની શાળાઓ શરૂ કરવામાં આવી હતી. જેમાં તમામ શાળાઓને સેનીટાઈઝર કરવામાં આવી હતી.  તેમજ  શાળાઓમાં  સંચાલક મંડળ દ્વારા તમામ પ્રકારની તકેદારીના ભાગરૂપે તૈયારીઓ કરાયા બાદ  શાળાઓ શરૂ થઈ હતી. કોરોનાની મહામારી બાદ  ૧૦ મહિના જેટલા સમયમાં વિદ્યાર્થીઓ દ્વારા ઓનલાઇન શિક્ષણ લેવામાં આવતું હતું. બાદમાં સરકારે શાળા શરૂ કરવા માટે જાહેરાત કરતાં  તમામ શાળાઓ શરૂ થઈ હતી. જેમાં ૫૬૯ જેટલી શાળાઓમાં  ૭૨,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ ધોરણ ૧૦ અને ૧૨ માં અભ્યાસ કરે છે. વહેલી સવારે શાળાઓમાં પહોંચેલા તમામ વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટનીંગ સાથે બેસાડવામાં આવ્યા હતા. આમ બનાસકાંઠા જિલ્લાની તમામ શાળાઓને  પ્રથમ દિવસે કોરોના વાયરસની મહામારીની તકેદારીના ભાગરૂપે તમામ પ્રકારની તકેદારી રાખ્યા બાદ જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો.
  જાે કે હજુ પણ વિદ્યાર્થીઓને કોરાના વાયરસનો ડર સતાવી રહ્યો છે. જેના કારણે જિલ્લામાં પ્રથમ દિવસે શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ૩૫ ટકા જેટલી રહી હતી. કોરોના વાયરસની મહામારીના કારણે હાલમાં વાલીઓ પણ વિદ્યાર્થીઓને શાળાઓમાં મુકતા ડરી રહ્યા છે. જેના કારણે આજે શાળા ખુલવાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ શાળામાં ઓછી સંખ્યા જાેવા મળી હતી.

Download Our B K News Today App



Related News