ગાંધીનગર ગ્રામ્યમાં ૩૦, શહેરમાં ૨૪ સાથે જિલ્લામાં ૫૪ કોરોના પોઝિટિવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-03 11:58:36
  • Views : 268
  • Modified Date : 2020-12-03 11:58:36

ગાંધીનગર જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારમાં ગતરોજ નવા ૩૦ કેસો નોંધાયાં છે. તેમાં ગાંધીનગર તાલુકામાં ૧૧ અને દહેગામ તાલુકામાં ૧૦ કેસો નોંધાતાં કોરોના વિસ્ફોટથી ગભરાટ ફેલાયો છે. જ્યારે ગાંધીનગર શહેરમાં ગતરોજ નવાં ૨૪
પોઝિટિવ કેસો નોંધાતાં ગાંધીનગર જિલ્લામાં ગતરોજ ૫૪ કોરોના
પોઝિટિવ કેસો નોંધાયાં છે. જ્યારે રાજ્ય સરકારની યાદી પ્રમાણે ગ્રામ્યમાં ૩૮ સાથે જિલ્લામાં કુલ ૬૨ કોરોના
પોઝિટિવ કેસો નોંધાયા છે.
ગાંધીનગર ગ્રામ્યમાં ગતરોજ નોંધાયેલાં ૩૦ કેસોમાંથી ગાંધીનગર તાલુકામાં ૧૧ કેસો નોંધાયાં છે. જેમાં કોલવડા અને કુડાસણમાં નવાં ૨ - ૨ કેસો નોંધાયા છે. જ્યારે ડભોડા, જાખોરા, સાદરા, છાલા, ગિયોડ, કોબા અને
પેથાપુરમાં નવાં એક એક કેસો નોંધાયાં છે.
દહેગામ તાલુકામાં ગતરોજ૧૦ નવાં કેસો નોંધાતાં ફફડાટ ફેલાયો છે. જેમાં દહેગામ શહેરમાં ૩ અને નાંદોલમાં ૨ કેસો નોંધાયા છે. જ્યારે વાસણા રાઠોડ, હાથીજણ, ઉદણ, ખાનપુર અને રખિયાલમાં નવાં એક એક કેસો નોંધાયાં છે. આજે માણસા શહેર અને દેલવાડમાં નવા એક એક કેસો નોંધાયાં છે. જ્યારે કલોલ તાલુકાનાં બોરીસણાંમાં ચાર તેમજ રામનગર, સઈજ અને લીંબોદરામાં નવાં એક એક કેસો નોંધાયાં છે. આ સાથે ગ્રામ્ય વિસ્તારોમાં એક્ટીવ દર્દીઓની સંખ્યા ઘટીને ૧૯૫ થઈ ગઈ છે. જ્યારે ગ્રામ્યમાં ગતરોજ ૪૫ દર્દીઓ ડિસ્ચાર્જ કરવામાં આવતાં કુલ ૨૯૬૦ને રજા આપવામાં આવી છે.
ગાંધીનગર શહેરમાં ગતરોજ ૨૪ કોરોના
પોઝિટિવ કેસો નોંધાયાં છે. ગાંધીનગર શહેરમાં આજે સેક્ટર ૫માં નવાં ૪ તેમજ સેક્ટર ૨૨માં નવાં ૩ કેસો નોંધાતાં ફફડાટ ફેલાયો છે. આ ઉપરાંત સેક્ટર ૨ , ૧૩, ૨૩, ૨૪ અને ૨૭માં નવાં બે બે કેસો નોંધાયાં છે. જ્યારે સેક્ટર ૧, ૩, ૨૧, ૨૬, ૨૯, ૩૦ અને જીઈબીમાં નવાં એક એક કેસો નોંધાયાં છે. ગાંધીનગર શહેરમાં ગતરોજ કોરોના પોઝિટિવ ૩૭ દર્દીઓને રજા આપવામાં આવી છે.

Download Our B K News Today App



Related News