બનાસકાંઠા જિલ્લામાં 530 ગ્રામપંચાયતની ચૂંટણી યોજાઈ હતી.જેમાં કાંકરેજ ગામની સૌથી નાની ઉમરની યુવતી સરપંચ પદ મેળવ્યું હતું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-22 12:00:12
  • Views : 709
  • Modified Date : 2021-12-22 12:00:12

 

બનાસકાંઠા જિલ્લાની 530 ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી પ્રક્રિયા સવારે 9 વાગ્યે શરૂ થઈ ગઈ છે. જિલ્લામાં કુલ 14 તાલુકા સ્થળો પર આ મતગણતરી પ્રક્રિયા શરૂ કરાઇ છે. જેમાં 1482 જેટલા કર્મચારીઓ મતગણતરી પ્રક્રિયામાં જોડાયા છે. બનાસકાંઠા જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 79.36 ટકા મતદાન થયું હતું. શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી શરૂ થાય તે માટે તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વ્યવસ્થા ગોઠવી દેવામાં આવ્યો છે. અને તમામ સ્થળોએ માસ્ક સાથે કર્મચારીઓ અને ગણતરી એજન્ટો મતગણતરી પ્રક્રિયા શરૂ થઇ છે. સાંજ સુધીમાં પરિણામ આવતાં જ તમામ ગામોને પોતાના નવા સરપંચ અને સભ્યો મળી જશે. પરિણામ બાદ કોઈ ગામમાં કે કોઈ જગ્યાએ ધમાલ ન થાય અને શાંતિ ન ડહોળાય તે માટે પણ પોલીસ ચાંપતી નજર રાખી રહી છે.

 

- સૌથી નાની ઉંમરની સરપંચ

 

આજરોજ બનાસકાંઠા જિલ્લાની 530 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી આ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ક્યાંકને ક્યાંક અણધાર્યા પરિણામો આવ્યા છે ત્યારે વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના સમણવા ગામે રહેતા કાજલબેન ઠાકોર 21 વર્ષની ઉંમરે સરપંચ પદ મેળવ્યું છે બનાસકાંઠા જિલ્લામાં સૌથી નાની વર્ષના કાજલબેન ઠાકોર સરપંચ બન્યા છે આજે યોજાયેલી કાંકરેજ ગામ ની સમણવા ગામ ની ગ્રામ પંચાયતની મતગણતરીમાં કાજલબેન ઠાકોરને 105 મતથી વિજેતા બન્યા હતા જેના કારણે તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો કાજલબેન ઠાકોર ધોરણ 12 પાસે અને બનાસકાંઠા જિલ્લામાં સૌથી નાની ઉંમરે તેઓ સરપંચ બન્યા છે તેઓ સરપંચ બનતાની સાથે તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો

 

- વિજેતા ઉમેદવારનું નિવેદન

 

આ અંગે કાજલ ઠાકોર એ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે કાંકરેજ તાલુકાના સમણવા ગામના લોકોએ મને બહુ સાથે સહકાર આપ્યો છે જેના કારણે આજે હો આ સીટ પરથી વિજેતા બને છે દરેક સમાજના લોકોએ મને સાથ અને સહકાર આપ્યો છે ત્યારે આગામી સમયમાં સમણવા ગ્રામ પંચાયતની દરેક સમાજના લોકોને જે પણ કામ હશે તે અમારા દ્વારા કરવામાં આવશે અને ગામનો વધુને વધુ વિકાસ થાય તે દિશામાં અમે લોકો કામ કરીશું

Download Our B K News Today App



Related News