પાલનપુરના બાદરપૂરા ખાતે બનાસડેરીની પ૧ મી સાધારણ સભા યોજાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-18 12:09:14
  • Views : 506
  • Modified Date : 2019-06-18 12:09:14

બનાસડેરીની સાધારણ સભામાં ડેરીની કામગીરી સિવાય પણ પશુપાલકોને ડેરીના ચેરમેન દ્વારા પાણી બચાવો, ઝાડ બચાવો, વ્યસનમુક્ત સમાજ બનાવો અને દીકરીઓને ભણાવવા માટે ખાસ ભાર મુકવામાં આવ્યો હતો.
બનાસકાંઠાના પશુપાલકોના વર્ષે ૧૦૦૦ કરોડ રુપિયા વ્યસનો પાછળ ખર્ચાય છે તે બંધ કરવા ખાસ અપીલ કરી હતી.
પાલનપુરના બાદરપુરા ખાતે બનાસડેરીની ૫૧ મી વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી હતી. જેમાં જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં દૂધ ઉત્પાદકો તેમજ જિલ્લાના તમામ આગેવાનો ખાસ હાજર રહ્યા હતા. આ પ્રસંગે ડેરીના ચેરમેન શંકરભાઇએ જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો આજે પશુપાલન ઉપર નિર્ભર છે. પરંતુ આજે પાણીના તળ ખાલી થવા લાગ્યા છે અને જેના કારણે થોડાં વર્ષો પછી પશુપાલન વ્યવસાય પણ કરવો મુશ્કેલ બનશે. માટે તમામ લોકો પાણીનો બચાવ કરવા અને પાણીને વધુમાં વધુ જમીનમાં ઉતારવા માટે પ્રયત્નો કરવા પડશે. આ કામ સરકાર, સહકાર તેમજ સંસ્થાઓ અને આપણે તમામે સાથે મળીને કરવુ પડશે. તોજ જીવનને બચાવી શકીશુ. વધુમાં જણાવેલ કે બનાસકાંઠામાં વ્યસનો પાછળ વર્ષે ૧૦૦૦ કરોડ રૂપિયાનો ધુમાડો થાય છે. જેમાં તમામ પ્રકારના વ્યસનો આવી જાય છે માટે સમાજના આગેવાનો યુવા વર્ગ અને તમામ લોકો સાથે મળીને સમાજમાંથી વ્યસનો દુર કરવા પડશે. આ રૂપિયા સમાજના શિક્ષણ પાછળ વાપરવા જોઇએ તો જ પશુપાલકોનો ઉધ્ધાર થશે નહી તો મારી બહેનો રાત દિવસ એક પણ દિવસની રજા પાડ્‌યા સિવાય ૩૬૫ દિવસ ઉનાળાની ગરમી હોય કે શિયાળાની ઠંડી હોય કે ચોમાસાનો ધોધમાર વરસાદ હોય તેઓ આ કાળી મજુરી કરી છે તે વ્યર્થ ગણાશે આથી સમાજમાંથી વ્યસનો દૂર કરવા જોઇએ.

Download Our B K News Today App



Related News