મહેસાણામાં અશાંતધારાના મુદ્દે 50 સોસાયટીઓનું સરકારને અલ્ટીમેટમ, ચૂંટણી બહિષ્કારની ચીમકી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-20 15:43:29
  • Views : 217
  • Modified Date : 2022-09-20 15:43:29

મહેસાણાના માનવ આશ્રમ વિસ્તારમાં તેમજ ધોબી ઘાટ ના નેળિયા વિસ્તારમાં આવેલી 50 જેટલી સોસાયટીઓએ ચૂંટણી ટાણે સરકાર સામે રણશિંગુ ફૂંક્યું છે. આ વિસ્તારમાં લઘુમતી લોકો ના વસવાટને લઈને ઉભી થયેલી સમસ્યા વચ્ચે ચાર વર્ષ પહેલા સ્થાનિક રહેશો એ પોતાના વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવા કલેકટરને આવેદનપત્ર આપવાથી મળી રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી. આ સંબંધે કોઈ કાર્યવાહી ન થતા આખરે તેમને પોતાના વકીલ વિક્રમભાઈ વ્યાસ મારફતે મહેસાણા સિવિલ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો.જે હાલમાં પેન્ડિંગ છે.છેલ્લા ચાર વર્ષથી અશાંતધારો લાગુ કરવાની માગણી સાથે લડી રહેલા રહીશોએ તેમની માંગણી ન સંતોષાય તો ચૂંટણીનો બહિષ્કાર કરવાના નિર્ણય સાથે સોસાયટીઓની બહાર બેનરો લગાવતા રાજકીય ગરમાવો સર્જાયો છે અને કોઈપણ રાજકીય નેતાઓએ સોસાયટીમાં પ્રવેશ ન કરવો તેવો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. સોસાયટીના રહીશોનું કહેવું છે કે, માસ મટન ખાઈને ગંદકી ઘરની બહાર ફેંકતા લોકોથી અમે કંટાળી ગયા છીએ. અવજેહાદનો ભય હંમેશા સતાવતો રહે છે અને માટે જ છોકરીઓને બહાર મોકલતા ડર લાગે છે. આ લોકોને કારણે મકાનો ની કિંમતો પણ ખૂબ જ ઘટી ગઈ છે.

Download Our B K News Today App



Related News