50 અધિકારીઓ અને 235 પોલીસકર્મીઓએ જિલ્લામાં કોમ્બિંગ કર્યું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-25 11:25:48
  • Views : 81
  • Modified Date : 2023-12-25 11:25:48

31 ડિસેમ્બર પહેલા બુટલેગર-પેડલરો બેફામ બની જતા હોય છે. ન્યુ યર પાર્ટીઓની મહેફિલ માટે દારૂ અને નશીલા પદાર્થના કેરિયર સરક્રિયા બની જતાં હોય છે. આ બનાવો પર નિયંત્રણ લાવવા ભરૂચ પોલીસ સતર્ક બની છે.પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષક ભરૂચ મયુર ચાવડાની સુચના અને માર્ગદર્શનના આધારે 'નાતાલ' તથા "31 ડીસેમ્બર” દરમિયાન જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે ઉદ્દેશથી પોલીસ વિશેષ પગલાં ભરી રહી છે.ભરૂચ જીલ્લો અધૌગિક દ્રષ્ટીએ પણ ખુબ જ મોટો છે. જીલ્લામાં અલગ અલગ તાલુકા સ્થળોએ જી.આઇ.ડી.સી. આવેલ છે. ભૂતકાળમાં આ વિસ્તારોમાં નશીલા પદાર્થના ઉત્પાદન અને દારૂના ગોડાઉન ઝડપાયા હતા. આ વિસ્તારમાં શાંતિ રહે હેતુથી કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.નાયબ પોલીસ અધિક્ષક ભરૂચ, અંકલેશ્વર, જંબુસરના સુપરવિઝન હેઠળ ભરૂચ જીલ્લા પોલીસની અલગ અલગ ટીમો બનાવી ભરૂચ શહેર 'સી” ડીવીઝન પો.સ્ટે વિસ્તાર, અંકલેશ્વર જી.આઇ.ડી.સી પો.સ્ટે. વિસ્તાર, પાનોલી, ઝઘડીયા જી.આઇ.ડી.સી વિસ્તાર, દહેજ તથા જંબુસર ખાતે કોમ્બિંગ કર્યું હતું.અસમાજીક પ્રવૃતિ, વાહન ચેકિંગ, મકાન ભાડુઆત ચેકીંગ વિગેરે બાબતે તપાસ સહિતની કામગીરી કરવામાં આવી હતી. આ કોમ્બીંગની કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાંચ, સ્પેશિયલ ઓપરેશન ગૃપ, પેરોલ ફર્લો સ્કોડ, એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ ટીમ, બોમ્બ ડીસ્પોઝ ટીમ, ક્વીક રીસ્પોન્સ ટીમ, પોલીસ સ્ટેશનોની ટીમ જોડાઈ હતી.કોમ્બીન્ગમાં કુલ 24 પોલીસ ઇન્સપેક્ટર, 23 પોલીસ સબ ઇન્સપેક્ટર તથા ૨૩૫ જેટલા પોલીસકર્મીઓ કોમ્બિંગમાં જોડાયેલ અને કોમ્બિંગ દરમ્યાન નીચે મુજબની અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવામાં આવેલ છે.

Download Our B K News Today App



Related News