બ્રિટનથી ભારત આવનારી તમામ ફ્લાઇટ્સ કાલે મધ્યરાત્રીથી 31 ડિસેમ્બર સુધી રોકી દેવામાં આવી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-21 15:49:09
  • Views : 402
  • Modified Date : 2020-12-21 15:49:09

    બ્રિટનમા કોરોના વાયરસનું નવું રૂપ મળ્યા બાદ બનેલી સ્થિતિને લઈને ભારત સરકાર દ્વારા બ્રિટનથી આવતી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રતિબંધ 22 ડિસેમ્બર રાત્રે 11.59 વાગ્યાથી 31 ડિસેમ્બર રાત્રે 11.59 વાગ્યા સુધી રહેશે. જે લોકો આવતીકાલ સુધીમાં ભારત આવશે તેઓનો એરપોર્ટ પર જ RT-PCR ટેસ્ટ કરવામાં આવશે. બ્રિટનમાં કોરોના વાયરસનું બદલાયેલું સ્વરૂપ સામે આવ્યું છે. આશંકા છે કે આ પહેલાવાળા વાયરસ કરતાં 70% વધુ સંક્રમણ ફેલાવનાર છે. જેના કારણે ભારતમાં પણ દહેશતનું વાતાવરણ છે. એક સર્વેમાં 50% લોકોએ વાયરસના નવા સ્વરૂપથી અસરગ્રસ્ત દેશોમાંથી આવતી ફ્લાઇટ્સણે બંધ કરવાની માગ કરી હતી. આ તરફ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધણે કહ્યું કે બ્રિટનમાં મળેલા કોરોના વાયરસના નવા સ્વરૂપથી આપણે ગભરાવવાની જરૂર નથી. સરકાર તેને લઈને એલર્ટ છે.

    બ્રિટનમાં કોરોના વાયરસનું નવું સ્વરૂપ VUI-202012 / 01 મળ્યું છે, જે ખૂબ જ સંક્રમણ ફેલાવતું હોવાનું કહેવાય છે. ઘણા દેશોએ બ્રિટન જનારી ફ્લાઇટ્સ પહેલેથી જ બંધ કરી છે. દહેશતની વચ્ચે સોશિયલ મીડિયા કમ્યુનિટિ LocalCirclesએ સોમવારે દિલ્હીમાં 7091 લોકોનો સર્વે કર્યો હતો. આમાંથી 50% લોકોએ કહ્યું હતું કે બ્રિટન, દક્ષિણ આફ્રિકા અને કોરોના વાયરસના નવા રૂપથી પ્રભાવિત તમામ દેશોમાંથી ભારત આવનારી ફ્લાઇટ્સ તાત્કાલિક બંધ કરી દેવી જોઈએ.સાઉદી અરબ સરકારે ઇન્ટરનેશનલ ફ્લાઇટ પર એક સપ્તાહ માટે રોક લગાવી દીધી છે. સાઉદી સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે જે લોકો યુરોપીય દેશોથી સાઉદી આવ્યા છે તેઓને બે અઠવાડિયા સુધી સેલ્ફ-આઇસોલેશનમાં રહેવું પડશે. જેઓ છેલ્લા 3 મહિનામાં યુરોપમાં અથવા નવા કોરોના વાયરસના પ્રકારવાળા વિસ્તારમાંથી આવ્યા છે, તેમણે કોરોના ટેસ્ટ કરાવવો પડશે. આ દરમિયાન તુર્કીએ પણ બ્રિટન, ડેનમાર્ક, દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડથી આવતી ફ્લાઇટ્સને પણ અસ્થાયીરૂપે પ્રતિબંધિ લગાવી છે.

    રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે બ્રિટનથી આવતી-જનારી ફ્લાઇટ્સણે અટકાવવા માટે કેન્દ્રને અપીલ કરી હતી. આ મામલે તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જણાવ્યુ હતું.વાયરસમાં સતત બદલાવ થતો રહે છે, એટલે કે, તેના ગુણધર્મો બદલાતા રહે છે. કેટલીકવાર વાયરસ પહેલાં કરતા અનેક ગણો વધારે મજબૂત અને જોખમી બને છે. આ પ્રક્રિયા એટલી ઝડપથી થાય છે કે વૈજ્ઞાનિકો હજી વાયરસના એક સ્વરૂપને સમજી પણ શક્યા નથી ત્યાં વાયરસનું એક નવું સ્વરૂપ સામે આવ્યું છે. વૈજ્ઞાનિકો એવું અનુમાન કરે છે બ્રિટનમાં જોવા મળતા કોરોના વાયરસનું નવું સ્વરૂપ પહેલાં કરતાં 70% વધુ જોખમી હોઈ શકે છે.


Download Our B K News Today App



Related News