દાંતાના રતનપુરમાં ગૌચરમાંથી રોયલ્ટી ચોરી કરતા રૂ. ૫૦ લાખનો મુદ્દામાલ કબજે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-29 11:54:51
  • Views : 394
  • Modified Date : 2020-07-29 11:54:51

દાંતા નજીક  આવેલ
રતનપુર ગામમાં માટીની રોયલ્ટી ચોરી  સામે આવી છે. જેમાં ગૌચરની જમીન પર કેટલાક માથાભારે તત્વો દ્વારા ગૌચર જમીનમાંથી માટીની રોયલ્ટી ચોરી કરતા વાહન કબ્જે કરવામાં આવ્યા છે.
દાંતાના રતનપુરમાં માટીની રોયલ્ટી ચોરીની માહિતી 
પાલનપુરના ખાણ ખનીજ વિભાગને મળતા ઓચિંતી રેડ કરવામાં આવી હતી. દરમિયાન ગૌચરની જમીનમાંથી એક જેસીબી અને ચાર ટ્રેક્ટરો  રોયલ્ટી ચોરી કરતા રંગેહાથ ઝડપાયા હતા. જેથી જેસીબી અને ટ્રેકટરને કબજે લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અને કુલ મળીને રૂ.  ૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.  ખરેખર ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી થાય અને ગૌચર જમીન માપણી થાય તો મોટા રહસ્યો ખુલે તેવી સંભાવના છે.

પેથાપુર નદીમાં રોયલ્ટી ચોરી કરતા ટ્રેક્ટર ઝડપાયુ
દાંતાના પેથાપુરમાં મંગળવારે મામલતદાર કન્ટેન્ટમેન્ટ ઝોનની મુલાકાતે જઇ રહ્યા હતા. ત્યારે પેથાપુર નદીમાં એક ટ્રેક્ટરને રેતી રોયલ્ટી ચોરી કરતા ઝડપી પાડ્યું હતું. આ ટ્રેક્ટર બીજી વખત રેતીનો ફેરો કરતા ઝડપાઈ ગયું હતું. જેને પોલીસ સ્ટેશનમાં લાવીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News