પાંચ મહિનામાં કોરોનાનાં કેસ થયા ૫૦ લાખ જોવો વધુ માહિતી માટે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-21 17:13:24
  • Views : 585
  • Modified Date : 2020-05-21 17:15:12

ન્યુઝીલેન્ડની વસ્તીથી પણ વધી ગયા કેસઃ ભારત-રશીયા-બ્રાઝીલ બન્યા નવા 'હોટસ્પોટ': ૩,૨૯,૨૯૪ લોકોને ભરખી ગયો છે કોરોનાઃ ૪૦ લાખથી ૫૦ લાખનો આંક પસાર કરતા વાયરસને માત્ર ૧૨ દિવસ લાગ્યાઃ ૨૪ કલાકમાં જ, ૧૦૬૦૦૦ કેસઃ કોરોના માત્ર જૈવિક જ નહિ આર્થિક બીમારી પણ બન્યોચીનમાંથી શરુ થયેલા અને ત્યારબાદ ઝડપથી આખી દુનિયામાં ફેલાઈ ગયેલા કોરોના વાયરસના કુલ દર્દીઓની સંખ્યા ૫૦ લાખને પાર પહોંચી ગઈ છે. વિશ્વના મોટાભાગના દેશોમાં પ્રસરી ચૂકેલા આ વાયરસનો ચેપ લાગવાથી અત્યારસુધી ૩.૨૫ લાખ લોકોનાં મોત થયા છે. એટલું જ નહીં, તેને રોકવા માટે અનેક દેશોએ લાગુ કરેલા લોકડાઉનને  લીધે કરોડો અકિલા લોકો બેરોજગાર બન્યા છે, અને ગરીબીની ગર્તામાં ધકેલાઈ ચૂકયા છે. WHOના જણાવ્યા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં વિશ્વમાં ૧,૦૬,૦૦૦  નવા કેસો નોંધાયા છે. જે અત્યારસુધી ૨૪ કલાકમાં નોંધાયેલો સૌથી મોટો આંકડો છે. અકીલા વિશ્વમાં પહેલા ૧૦ લાખ કેસો નોંધાવવામાં ૯૩ દિવસ જેટલો લાંબો સમય લાગ્યો હતો. જોકે, ૧૧-૨૦ લાખ કેસો માત્ર ૧૩ જ દિવસમાં નોંધાયા હતા. ત્યારબાદ કેસોની સંખ્યા ૨૧ લાખથી ૩૦ લાખ સુધી પહોંચવામાં ૧૨ દિવસ, ૩૧ લાખથી ૪૦ લાખ પહોંચવામાં ૧૧ દિવસ અને ૪૧ લાખથી ૫૦ લાખ પહોંચવામાં ૧૨ દિવસ લાગ્યા છે. જોકે, રાહતની વાત એ છે કે હવે આ વાયરસ પહેલાની સરખામણીએ ઓછો પ્રાણઘાતક બની રહ્યો છે. બુધવારે આખા વિશ્વનો મૃત્યુદર ૧૪.૨૩ ટકા હતો, જયારે રિકવરી રેટ ૮૫.૭૭ ટકા હતો. આટલો ઓછો મૃત્યુદર અને ઉંચો રિકવરીનો દર છેલ્લે ૨૪ માર્ચે જોવા મળ્યો હતો. યુરોપ અને અમેરિકામાં કાળો કહેર વર્તાવ્યા બાદ હવે આ વાયરસ ભારત, બ્રાઝિલ અને રશિયા જેવા દેશોમાં પ્રસરી રહ્યો છે. હાલ આ ત્રણેય દેશો વિશ્વના નવા હોટસ્પોટ્સ બની રહ્યા છે. જોકે, અમેરિકામાં મંગળવારે ૨૦,૨૮૯ નવા કેસ સાથે અમેરિકા આ મામલે વિશ્વમાં ટોપ પર રહ્યું હતું. એપ્રિલ મહિનામાં આ વાયરસના સૌથી વધુ દર્દી ધરાવતા ઈટાલી અને સ્પેનમાં હવે તે ધીરે-ધીરે કાબૂમાં આવી રહ્યો છે, અને ત્યાં લોકડાઉનમાં પણ રાહતો અપાઈ રહી છે. જોકે, તેનો બીજો તબક્કો શરુ થવાનો ડર હજુય ત્યાંની સરકારોને સતાવી રહ્યો છે. હાલની સ્થિતિએ વિશ્વમાં જેટલા કેસો નોંધાયા છે તેની સંખ્યા ન્યૂઝીલેન્ડની કુલ વસ્તી જેટલી થાય છે. બુધવારે WHO દ્વારા ગરીબ દેશોમાં પણ કોવિડ-૧૯ના નવા કેસો નોંધાતા ચિંતા વ્યકત કરાઈ હતી. ધનવાન દેશો લોકડાઉનમાંથી બહાર આવી રહ્યા છે, ત્યારે ગરીબ દેશોમાં તેના કેસ વધતા હવે તેમની સ્થિતિ ઓર બગડે તેવી હાલત છે. પાંચ મહિના પહેલા કોરોના વાયરસથી સૌથી પહેલું મૃત્યુ થયું હોવાનું સત્ત્।ાવાર રીતે બહાર આવ્યું હતું. ચીનના વુહાન શહેરના લોકલ મીડિયામાં ૩૧ માર્ચે એક ભેદી બીમારીના અહેવાલ પ્રસિદ્ઘ થયા હતા. જોકે, તે વખતે કોઈએ કલ્પના પણ નહોતી કરી કે આ વાયરસ આટલું ભયાનક સ્વરૂપ ધારણ કરશે, અને આખી દુનિયાને પોતાના સકંજામાં લઈ લેશે. આજે વિશ્વભરમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક ફરજિયાત થઈ ગયા છે. દુનિયાભરના દેશો કોરોનાની દવા કે રસી શોધવાના કામે લાગ્યા છે, પરંતુ તેમાં હજુ નક્કર સફળતા નથી મળી. કોરોના વાયરસ માત્ર એક જૈવિક બીમારી ના રહેતા આર્થિક બીમારી પણ બની રહ્યો છે. લોકડાઉન તેમજ આયાત-નિકાસ ઠપ્પ થઈ જવાના કારણે વિશ્વમાં એવી ભયાનક સ્થિતિ સર્જાઈ છે કે જેની સરખામણી કેટલાક લોકો ૧૯૨૯ની મહામંદી સાથે કરી રહ્યા છે.

Download Our B K News Today App



Related News