ગાંધીનગર જિલ્લામાં રેકોર્ડબ્રેક ૫૦ કોરોના પોઝીટીવ, શહેરમાં ૧૫

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-29 11:39:04
  • Views : 424
  • Modified Date : 2020-07-29 11:39:04

ગાંધીનગર શહેરમાં ૧૫ અને ગ્રામ્યમાં ૩૫ નવાં કેસો સાથે કોરોના પોઝીટીવનાં કુલ ૫૦ કેસો નોંધાતાં કોરોના વિસ્ફોટ થયો છે. આજે કલોલ અને માણસા તાલુકામાં નવાં ૧૦ - ૧૦ કેસો તેમજ ગાંધીનગર તાલુકામાં ૮ અને દહેગામમાં ૭ નવાં કેસો નોંધાતાં બેકાબુ કોરોનાથી ફફડાટ ફેલાયો છે. આ કેસોની સામે આજે ૧૭ દર્દીઓ ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે.
ગાંધીનગર શહેર અને આસપાસનાં ગ્રામ્ય વિસ્તારો સહિત આજે સમગ્ર જિલ્લામાં કોરોના સંક્રમણ બેફામ રહ્યું છે. ગાંધીનગર શહેરમાં આજે કોરોના પોઝીટીવનાં નવાં ૧૫ કેસો નોંધાયાં છે. જેમાં સેક્ટર ૧૯માં ૫ કેસો આવ્યાં છે. જ્યારે સેક્ટર ૨૬માં બે નવાં કેસો નોંધાયાં છે.
ગાંધીનગર ગ્રામ્યમાં આજે નોંધાયેલાં ૩૫ નવાં કેસોમાં ગાંધીનગર તાલુકામાં ૮ કેસો નોંધાયાં છે. જેમાં અડાલજમાં બે કેસો ઉપરાંત રાંધેજામાં ૬ વર્ષીય બાળક કોરોના પોઝીટીવ આવ્યો છે. જ્યારે શિહોલી મોટી, સુઘડ, ઉવારસદ, ઉનાવા અને વલાદમાં એક એક નવાં કેસો નોંધાયાં છે. દહેગામ તાલુકાનાં સંપામાં ૩ તેમજ કડાદરા, પાલૈયા, વાસણા ચૌધરી અને શહેરમાં એક એક નવાં કેસો નોંધાયાં છે.
 માણસા શહેરમાં આજે ૯૩ વર્ષીય વૃદ્ધા સહિત ૭ કોરોના પોઝીટીવ કેસો નોંધાતાં ફફડાટ ફેલાયો છે. આ ઉપરાંત માણસા તાલુકાનાં પાટણપુરમાં પણ ૩ નવાં કેસો નોંધાયાં છે. જ્યારે કલોલ શહેરમાં ફરી એકવાર સંક્રમણ વધતાં ૬ નવાં કેસો નોંધાયાં છે. આ ઉપરાંત કલોલ તાલુકાનાં હાજીપૂર, જામળા, અર્જુનપુરા અને બાલવામાં પણ એક એક નવાં કેસો નોંધાયાં છે.

Download Our B K News Today App



Related News