દિવાળી પર્વ પર રાજ્યમાં અકસ્માતને પહોંચી વળવા 108 તૈયાર, 5થી 10 એમ્બ્યુલન્સ વધારવામાં આવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-09 16:18:58
  • Views : 485
  • Modified Date : 2020-11-09 16:18:58

          દિવાળીના તહેવાર દરમિયાન આગ અને અકસ્માતના બનાવ બનતા હોય છે. જેને લઇ 108 ઇમરજન્સી સેવામાં નજીવો વધારો થતો હોય છે અને આ વર્ષે કોરોના મહામારીમાં પણ 108ની કામગીરી હોય છે. જેને ધ્યાનમાં રાખીને 108 ઇમરજન્સી સેવામાં 5થી 10 એમ્બ્યુલન્સ વધારી છે.108 ઇમરજન્સી સેવાના ચીફ ઓપરેટિંગ ઓફિસર જસવંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આગામી 5થી 7 દિવસ તહેવાર આવે છે. આ વર્ષે કોરોના મહામારી સાથે દિવાળી તહેવાર છે. ત્યારે સામાન્ય ઉજવણીમાં વ્યસ્ત હોય તો અગાઉની જેમ ગુજરાતમાં 24 કલાક સારવાર મળી રહે તે પ્રયાસ કરવામાં આવ્યા છે. દિવાળીના તહેવાર આગ અકસ્માતના બનાવોમાં પહોંચી વળવા 13 વર્ષના ડેટાનો અભ્યાસ કરી આયોજન કર્યું છે.631 જેટલી એમ્બ્યુલન્સ કાર્યરત છે. તમામ ટીમને અગાઉથી તૈયાર કરી આયોજન કર્યું છે. તહેવારમાં રાજ્યમાં 7 દિવસમાં ગેરેજ, કેટલીક હોસ્પિટલ, ખાનગી ક્લિનિક બંધ હોય તો અગાઉથી વ્હિકલ અને દવાના જથ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી હોસ્પિટલ સાથે સંકલન કરવામાં આવ્યું છે.ગુજરાતમાં તહેવારમાં ઉત્તરાયણ, હોળી અને દિવાળી આ પર્વ વધુ કેસ જોવા મળે છે. આ વર્ષે દિવાળીની વાત કરીએ તો સામાન્ય સંજોગોમાં રહેતી 2850 કેસની સામે 5 ટકા વધારો નોંધાઈ શકે છે. નવા વર્ષે 18 ટકા વધારો એટલે 3500 કેસ પહોંચી શકે છે. અમુક પ્રકારની ઇમરજન્સી સાંકળી લેતી હોય છે. દિવાળીમાં અકસ્માત હોય અને બર્ન્સ કેસમાં વધારો નોંધાતો હોય છેપ્રજાપતિએ વધુમાં જણાવ્યું હતું કે, સામાન્ય દિવસ સામે દિવાળીમાં કેસ વધુ હોવાથી વધી એમ્બ્યુલન્સ કામે લગાવીશું. ફિલ્ડના તમામ સ્ટાફ ફિલ્ડમાં રહેશે. કોલ સેન્ટરમાં ડોક્ટર રાખીશું જેથી કોલ ફ્લોને પહોંચી શકાય. આ વર્ષે કોરોના કેસ ઘટી રહ્યા છે. પ્રતિદિન 800 કેસ હેન્ડલ કરવામાં આવતા હાલ 450 જેટલી રહેવા પામી છે. જે ઘટે તેવી શક્યતા છે. કોવિડને લઈને અલાયદી વ્યવસ્થા કરી આપી છે. ફટાકડા ફોડવાથી શ્વાસ લેવાવાળાને અન્ય લોકોને અસર થાય છે. અને જે લોકો ધ્યાન નથી રાખતા તેથી દિવાળીમાં 5 ટકા. પછી 18 અને પછી 25 ટકા કેસ વધી શકે છે. તેવી શક્યતાને આધારે વ્યવસ્થા કરાઈ છે.દિવાળી સમયે ફટાકડાને લઈને કોરોના દર્દીમાં વધારો થવાની શક્યતાને લઈને સામાન્ય થી લઈને કોરોના દર્દી માટે 108 દવારા વ્યવસ્થા કરાઈ. કોરોના દર્દીને પ્રદુષણની સીધી અસર થતી હોવાથી કનફોર્મ કેસને પહોંચી વળવા માટે અને સસ્પેકટેડ કેસ હેન્ડલ કરવાની પણ હોય છે. 70 એમ્બ્યુલન્સ કોવિડ કેસ હેન્ડલ કરે છે અને જરૂર જણાશે તો 10 વધુ એમ્બ્યુલન્સ ઉમેરી વ્યવસ્થા કરીશું.

Download Our B K News Today App



Related News