વડોદરામાં 15 દિવસમાં કોરોનાના દૈનિક કેસોમાં 5 ગણો વધારો, સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 5356 બેડ ભરાઇ ગયા, 1059 દર્દી ICUમાં છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-01 12:39:07
  • Views : 245
  • Modified Date : 2021-04-01 12:39:07

      વડોદરા શહેરમાં 17 માર્ચથી 31 માર્ચ દરમિયાન કોરોનાના કેસોમાં અધધધ...5 ગણો વધારો થયો છે. 17 માર્ચના રોજ વડોદરામાં 75 કેસ નોંધાયા હતા અને 31 માર્ચના રોજ કોરોનાના 391 કેસ નોંધાયા છે. આમ વડોદરામાં કોરોનાનો રીતસરનો રાફડો ફાટ્યો છે. વડોદરા મહાનગરપાલિકાના આંકડાઓ પ્રમણે વડોદરા શહેરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 5356 બેડ ભરાઇ ગયા છે, જ્યારે 1059 લોકો હાલ ICUમાં સારવાર લઈ રહ્યા છે.વડોદરા શહેરમાં કોરોનાના કેસોમાં સતત વધારો થતાં ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં બેડ હાઉસફૂલ થવા તરફ જઇ રહ્યા છે. વડોદરાની ખાનગી અને સરકારી કોવિડ હોસ્પિટલોમાં હાલ 8223 બેડની વ્યવસ્થા છે, જે પૈકી 5356 બેડ કોરોનાના દર્દીઓથી ભરાઇ ગયા છે અને 2814 બેડ ખાલી છે. જેમાં 1367 બેડ ICUની સુવિધાથી સજ્જ છે, જે પૈકી 1059 ICUના બેડ ભરાઇ ગયા છે. જ્યારે હવે માત્ર ICUના માત્ર 308 બેડ જ ખાલી છે. આમ વડોદરા શહેરમાં કોરોનાની સ્થિતિ વિકટ બની રહી છે.

       વડોદરા શહેરમાં જેમ જેમ ટેસ્ટિંગ વધી રહ્યું છે, તેમ તેમ કોરોનાના કેસોમાં ખુબ જ વધારો થઈ રહ્યો છે. હાલ વડોદરામાં રોજ 5500થી વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જે પૈકી 350થી 400 જેટલા પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યા છે. આમ કોરોનાના ટેસ્ટિંગ સામે પોઝિટિવ કેસમાં ખુબ જ વધારો થયો છે.વડોદરા મહાનગરપાલિકાના આંકડાઓ પ્રમાણે શહેરમાં છેલ્લા 15 દિવસમાં કોરોના વાઇરસના 2812 કેસ નોંધાયા છે અને રોજેરોજ કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. 31 માર્ચના રોજ કોરોનાના રેકોર્ડ બ્રેક 391 નોંધાયા હતા. જે કોરોનાકાળના છેલ્લા એક વર્ષના સૌથી વધુ પોઝિટવ કેસ છે.


Download Our B K News Today App



Related News