ડીસામાં રહેણાંક જમીનમાં કોમર્શિયલ બાંધકામ કરનાર પાંચને નોટિસ ફટકારાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-26 11:21:00
  • Views : 899
  • Modified Date : 2020-06-26 11:21:00

ડીસા શહેરમાં કેટલાક વિસ્તારોમાં રહેણાંકન માટે બિનખેતી થયેલી જમીનમાં કોમર્શિયલ બાંધકામ કરીને શોપિંગ સેન્ટર ઉભા કરી દેનારા બિલ્ડરો અને વ્યક્તિગત માલિકોને પાલિકાએ નોટિસ ફટકારી છે. અને દસ દિવસમાં આવું ગેરકાયદેસર કરેલું
બાંધકામ દૂર કરવાનો આદેશ કર્યો છે. જેના પગલે દોડધામ મચી ગઇ છે.
ડીસા શહેરમાં અનેક મકાનો તોડી ને મોટી દુકાનો અને શોપીંગ સેન્ટર ઉભા કરી દેવાયા છે. આવી દુકાનો અને શોપીંગ સેન્ટરોના નકશા વિરુદ્ધ દબાણ કરીને મનસ્વી રીતે બાંધકામ કરી પાલિકાના બાંધકામના નિયમોને નેવે મુકી દેવાયા છે. આવા શોપિંગ સેન્ટરોનો  શહેરમાં રાફડો ફાટયો છે. છતાં પાલિકા દ્વારા કોઇ જ કાર્યવાહી કરવામાં આવતી ન હતી. જ્યારે ગુરુવારે આ અંગેનો બી. કે. ન્યુઝ દૈનિકમાં વિગતવાર અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. તેના પગલે સફાળી જાગેલી પાલિકાએ આવા કેટલાક લોકોને તેમની જમીન  રહેણાંક હેતુ માટે બિનખેતી થયેલી હતી પરંતુ તેમાં વાણિજ્ય પ્રકારનું
બાંધકામ કરી દીધુ હતું. આવા પાંચ જેટલા બિલ્ડરો કે વ્યક્તિગત લોકોને નોટિસ ફટકારવામાં આવી છે. જેમને દસ દિવસમાં પરવાનગી વગર નું બાંધકામ દૂર કરવા માટે આદેશ કરાયો છે.

કોને નોટિસ ફટકારાઈ
(૧) રમેશભાઈ બાબુલાલ દરજી
(૨)હરિભાઈ રામાભાઇ  પ્રજાપતિ
(૩) કલ્પેશભાઈ માળી
(૪) અજયભાઈ માળી,  લાલાભાઇ કંસારા
(૫) જીગ્નેશકુમાર કાન્તિલાલ સોલંકી, ભાવેશકુમાર  
પરસોતમભાઈ ટાંક

બાંધકામ દૂર ના કરે તો કઈ કાર્યવાહી થઈ શકે
 પાલિકાએ નોટિસ આપ્યા દસ દિવસમાં પણ જો બાંધકામ દૂર કરવામાં  નહિ આવે  તો કોમન  સીજીડીસીઆર-૨૦૧૭ તથા ગુજરાત ટાઉન પ્લાનિંગ એક્ટ ૧૯૭૬ની કલમ ૨૭ થી ૩૬ હેઠળ કાર્યવાહી થઈ શકે છે.

Download Our B K News Today App



Related News