એકજ પરિવારના પાંચ લોકોના મોત નવ ઘાયલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-06 10:51:35
  • Views : 899
  • Modified Date : 2019-11-06 10:51:35

રાજસ્થાના સ્વરૂપ ગંજ અને સિરોહી વચ્ચે ગતરોજ સવારના સમયે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત થતા ગમગમીન પ્રસરી જવા પામી હતી. જ્યારે નવ વ્યÂક્તઓ ઘાયલ થતાં તેઓને સારવાર અર્થે હોÂસ્પટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત  માહિતી અનુસાર રાજસ્થાનના સ્વરૂપગંજ અને સિરોહી વચ્ચે ગતરોજ સવારે ઇકો ગાડી અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારા અકસ્માતમાં પાંચ લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે નવ જેટલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. રાજસ્થાનના રામદેવરા ખાતે દર્શને જઈ અમદાવાદના આ લોકોને આજે વહેલી સવારે ઇકો ગાડીના ચાલકે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા ઉભેલી ટ્રક પાછળ ઘુસી જતા પાંચ લોકો કાળનો કોળિયો બની ગયા હતા. જેમાં એકજ પરિવારના પિતા પુત્ર અને પુત્રીનો સમાવેશ થાય છે. જ્યારે બાકીના નવ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા આબુરોડ ટ્રોમાં સેન્ટરમાં પહોંચાડતા ઘાયલ લોકોની સારવાર ચાલી રહી છે. જ્યાં રોહિડા પોલીસ સ્ટેશનમાં પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.

Download Our B K News Today App



Related News