સિધ્ધપુરમાં હનીટ્રેપ ઃ પાંચ લાખની માંગણી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-24 11:57:43
  • Views : 442
  • Modified Date : 2021-03-24 11:57:43

સિદ્ધપુર પંથકમાં એક આચાર્ય અને અજાણી યુવતી ફોન કરી મળવા બોલાવ્યા બાદ હનીટ્રેપની ઘટના સામે આવી છે. જેમાં આચાર્યને અગાઉ ફોન કરી અજાણી યુવતિએ મળવા બોલાવ્યાં હતા. જે બાદમાં વારંવાર ફોન આવતાં હોઇ આચાર્ય મળવા ગયા બાદ ગામની સીમમાં અચાનક યુવતિના સાગરીતો આવી
પહોંચ્યા હતા. જ્યાં તુ અમારી દીકરીને લઇ કેમ ફરે છે તેમ કહી ગડદાપાટુનો માર માર્યો હતો. આ સાથે પતાવટ કરવા રૂ.પાંચ લાખની માંગ કરી ૨ લાખ આપવાનું નક્કી થયંુ હતું. આ તરફ એટીએમ દ્વારા ૧૦,૦૦૦ પડાવી લઇ સોનાની કિં.રૂ.૭૦,૦૦૦ની બળજબરી પૂર્વક કાઢી લઇ પૈસા આપવા દબાણ કર્યુ હતંુ. જે બાદમાં ફરી એકવાર પૈસા આપવા બોલાવી માર માર્યાની ફરીયાદ નોંધાઇ છે.
પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં આચાર્ય સાથે હનીટ્રેપ ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. સિધ્ધપુર તાલુકાના એક ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતાં આધેડને ૧૯ માર્ચ ૨૦૨૧ના રોજ અજાણ્યાં નંબર પરથી ફોન આવ્યો હોત. જેમાં યુવતિએ કહેલ કે, હું લણવાથી કોમલ પ્રજાપતિ બોલું છુ. જે બાદમાં વારંવાર યુવતિએ ફોન કરતાં આચાર્ય કંટાળીને તેને મળવા ગાડી લઇ પહોંચ્યાં હતા. જ્યાં દેથળી નજીક સીમમાં યુવતિના સાગરીતોએ આવી ગાડીને
આંતરી આચાર્યને માર મારી સોનાની ચેઇન કિં.રૂ.૭૦,૦૦૦ની પડાવી લીધી હતી.
સૂત્રોએ જણાવ્યું હતુ કે, ઇસમોએ આચાર્યને
ગડદાપાટુનો માર મારી તું અમારી દીકરીને લઇ કેમ ફરે છે તેમ કહ્યુ હતુ. આ સાથે યુવતિને ઇકો કારમાં બેસાડી જતાં રહ્યાં હતા. જ્યાં યુવતિના સાગરીતોએ આચાર્યની કારમાં જ તેને
પાછળની સીટમાં બેસાડી કહેલ કે, તારે પતાવટ કરવી હોય તો ૫ લાખ થશે. જેથી આચાર્યએ ૫૦,૦૦૦નું કહેતાં ઇસમો માન્યા ન હતા અને છેલ્લે ૨ લાખ નક્કી કર્યા હતા. આ તરફ પૈસાની વ્યવસ્થા નહીં થતાં ઇસમોએ આચાર્યને બળાત્કારનો ખોટો ગુનો દાખલ કરાવવાની ઘમકી
આપી હતી. જેથી આચાર્યએ
પોતાના એટીએમમાંથી ૧૦,૦૦૦ આપી બીજા પૈસા પછી આપવાની વાત કરી હતી. જે બાદમાં ગઇકાલે રાત્રે ક્રોસરોડ હોટલમાં બોલાવી આચાર્યને ગડદાપાટુંનો માર માર્યો હતો. ઘટનાને લઇ આચાર્યએ પરેશ, ટીનો અને કોમલ સહિતના સામે સિધ્ધપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે ઇસમો સામે આઇપીસી ૩૨૩, ૩૮૬, ૩૮૯, ૫૦૬(૨), ૧૨૦ (મ્) અને જી.પી.એ ૧૩૫ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News