ધાનેરાના વિન્છીવાડી ગામ પાસે રીક્ષા અને બસ વચ્ચે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં 5 લોકોના કરૂણ મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-01 11:31:49
  • Views : 253
  • Modified Date : 2022-06-01 11:31:49

 


રાજસ્થાન અને બનાસકાંઠા જિલ્લાની સરહદ પાસે આવેલ ધાનેરા તાલુકાના વિન્છીવાડી ગામ પાસે રાજસ્થાન તરફથી આવી રહેલ બસના ચાલકે રિક્ષાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ઘટના સ્થળે ત્રણ લોકોના મોત નિપજ્યા હતા જ્યારે આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત બે લોકોના સારવાર દરમિયાન મોત નિપજતા સમગ્ર ધાનેરા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

 

 

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના નેશનલ હાઇવે હાલ લોહિયાળ સાબિત થઇ રહ્યો છે જેનું કારણ છે નેશનલ હાઈવે પર મોટા હેવી વાહનો નું ગફલત ડ્રાઇવિંગ. છેલ્લા બે દિવસમાં બનાસકાંઠા જિલ્લાના નેશનલ હાઇવે પર અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે વારંવાર સર્જાતા અકસ્માતમાં અત્યાર સુધી અનેક લોકો મોતને ભેટયા છે છેલ્લા બે દિવસમાં ધાનેરા અને ડીસામાં અલગ અલગ જગ્યાએ અકસ્માત સર્જાયા છે જેમાં 8થી પણ વધુ લોકો મોતને ભેટયા છે જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે વારંવાર સર્જાતા અકસ્માતોને લઇ લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે ત્યારે પોલીસ દ્વારા રાત્રી સમયે પુરપાટ ઝડપે વાહન ચાલકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો આવનારા સમયમાં વારંવાર સર્જાતા અકસ્માતો અટકી શકે છે.

 

- ધાનેરા પાસે બનેલા અકસ્માતમાં પાંચ લોકોના મોતથી શોકનો માહોલ

 

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા સાચોર હાઇવે પર ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં ધાનેરા પાસે આવેલ વિછીવાડી ગામ પાસે રીક્ષા અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા 5 લોકોમાંથી ઘટનાસ્થળે ત્રણ લોકોના મોત નિપજ્યા હતા અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને અકસ્માતમાં ઈજાગ્રસ્ત લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે બાદ આ બનાવની જાણ ધાનેરા પોલીસને થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકોની લાશને પીએમ અર્થે ધાનેરા ખસેડી હતી જ્યારે બે લોકોને સારવાર અર્થે ધાનેરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન આજે આ બંને લોકોના મોત નિપજ્યા હતા ત્યારે ચોક્કસપણે કહી શકાય કે ધાનેરા તાલુકાના વિન્છીવાડી ગામ પાસે બનેલા ધોઝારા અકસ્માતમાં પાંચ લોકોના મોતથી પરિવારમાં પણ શોખ થવાના છે છેલ્લા ઘણા સમયથી રાજસ્થાનના ખાનગી વાહનચાલકો બેફામ વાહનો ચલાવતા હોવાથી વારંવાર અકસ્માતની ઘટના સામે આવી રહી છે ત્યારે પોલીસ દ્વારા આ વાહનચાલકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો આવનારા સમયમાં વારંવાર સર્જાતા અકસ્માતનો અટકી શકે તેમ છે.

 

- સારવાર દરમિયાન વધુ બે લોકોના મોત

 

ધાનેરા તાલુકાના વિન્છીવાડી ગામ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં રાજસ્થાન તરફથી આવી રહેલ બસના ડ્રાઈવરે ગફલત કર્યું ડ્રાઇવિંગ કરી રીક્ષા ચાલકને અડફેટે લીધો હતો જેમાં રિક્ષામાં સવાર પાંચ લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી જેમાં ઘટનાસ્થળે જ બે લોકોના કરૂણ મોત નિપજ્યા હતા આ બનાવના પગલે સ્થાનિક લોકોએ તાત્કાલિક રિક્ષામાં સવાર બે લોકોને સારવાર અર્થે ધાનેરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં આજે સારવાર દરમિયાન આ બંને લોકોનું મોત નીપજ્યું હતું અકસ્માતમાં પાંચ લોકોના મોતથી સમગ્ર ધાનેરા પંથકમાં શોકનો માહોલ જોવા મળ્યો છે ત્યારે રાજસ્થાન થી રાત્રિના સમયે અને દિવસે પુરપાટ ઝડપે આવતા વાહનચાલકો સામે પોલીસ દ્વારા કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે તો જ રાજસ્થાન અને બનાસકાંઠા જિલ્લાની સરહદ પર સર્જાતા અકસ્માતો અટકી શકે તેમ છે.

 

Download Our B K News Today App



Related News