નલિયામાં સવારના 10 વાગ્યા સુધીમાં 5 ઈંચ વરસાદ, સરકારી કચેરીઓ પાણીમાં.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-09 15:40:33
  • Views : 123
  • Modified Date : 2023-07-09 15:40:33

રાજ્યમાં છેલ્લા 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે. જેમાં પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજે પણ કચ્છના નલિયા સહિતના વિસ્તારોમાં વરસાદ યથાવત છે. નલિયામાં વહેલી સવારથી 10 વાગ્યા સુધીમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. નલિયામાં ભારે વરસાદના કારણે સરકારી કચેરીઓના જ હાલ બેહાલ થયા છે.સવારથી વરસી રહેલા ભારે વરસાદના કારણે નલિયામાં ઠેર ઠેર પાણી ભરાયા છે. નલિયા તાલુકામાં રોડ-રસ્તા પર તો પાણી ભરાયા જ છે, પરંતુ વિવિધ સરકારી કચેરીઓ પણ બાકાત નથી રહી. સરકારી કચેરીઓમાં પાણી ભરાતા કર્મચારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સબજેલ, મામલતદાર કચેરી, પોલિસ સ્ટેશન અને સેક્સન ઓફીસમાં પાણી ભરાયા છે. મુખ્ય પ્રવેશદ્વાર પર પણ પાણી ભરાતા સરકારી કચેરીમાં આવતા જતા લોકોને મુશ્કેલી પડી રહી છે.

Download Our B K News Today App



Related News