માઈક્રોસોફ્ટનું સર્વર ચાઈનીઝ હેકર્સનું શિકાર બન્યું, એક્સચેન્જ સર્વર માટે કંપનીએ નવી સિક્યોરિટી અપડેટ રિલીઝ કરી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-10 16:57:33
  • Views : 250
  • Modified Date : 2021-03-10 16:57:33

    અમેરિકન ટેક કંપની માઈક્રોસોફ્ટનું ઈમેલ સર્વર પણ હેકર્સની ઝપેટમાં આવી ગયું છે. સર્વર પર 5 હેકિંગ ગ્રુપે અટેક કર્યો છે. આ ગ્રુપમાં ચાઈનીઝ હેકર્સ પણ સામેલ હતા. આ વાતની માહિતી અમેરિકન સરકારે ‘એક્સટેન્શનલ ડોમેસ્ટિક એન્ડ ઈન્ટરનેશનલ એક્સપ્લોઈટેશન’માં આપી છે. તે દુનિયાભરમાં અનેક પીડિતોને પ્રભાવિત કરી શકે છે.

    માઈક્રોસોફ્ટ પહેલાં પણ જણાવી ચૂક્યું છે કે એક્સચેન્જ સર્વર સોફ્ટવેરની મદદથી ચીન તેને ટાર્ગેટ કરી રહ્યું છે. તેવામાં હવે MIT ટેક્નોલોજીના રિવ્યૂ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મિનિમમ 4 અલગ અલગ હેકિંગ ગ્રુપ્સે માઈક્રોસોફ્ટના ઈમેલ સોફ્ટવેર પર હુમલો કર્યો છે.સાયબર અટેકની તપાસ કરી રહેલી સાયબર સ્પેસ ફર્મ રેડ કેનરીમાં એક ગુપ્ત ટીમનું નેતૃત્વ કરનાર કેટી નિકલ્સે રિપોર્ટમાં કહ્યું કે, આ ગતિવિધિમાં મિનિમમ 5 અલગ અલગ ક્લસ્ટર છે જે લૂપહોલ્સના ફાયદો ઉઠાવતા જોવા મળ્યા છે.

    માઈક્રોસોફ્ટે કહ્યું કે, CISA (સાયબર સ્પેસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સિક્યોરિટી એજન્સી), અન્ય સરકારી એજન્સીઓ અને સુરક્ષા કંપની સાથે મળીને કામ કરી રહી છે, જેથી અમે સુનિશ્ચિત કરી શકીએ કે ગ્રાહકોને બેસ્ટ સર્વિસ મળે.વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી જેન સાફીએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે, પીડિતોની સંખ્યા ઘણી મોટી છે. તેમણે કહ્યું કે નેટવર્ક માલિકોએ એ વિચાર કરવાની જરૂર છે કે શું તેમણે પહેલાંથી જ તડજોડ કરી લીધી છે હવે તેમણે કડક પગલા લેવાની જરૂર છે.

    KrebsOnSecurityના જણાવ્યા પ્રમાણે, સરકાર અને કમર્શિયલ ફર્મ સહિત અમેરિકામાં મિનિમમ 30 હજાર ઓર્ગેનાઈઝેશન્સ પર ચીની હેકર્સે હેકિંગનો પ્રયાસ કર્યો હતો. માઈક્રોસોફ્ટના નેટવર્કમાં એન્ટ્રી કરવા માટે એક્સચેન્જ સર્વર સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.MSTIC (માઈક્રોસોફ્ટ થ્રેટ ઈન્ટેલિજન્સ સેન્ટર)એ એ વાત માલુમ કરી છે કે, એક્સચેન્જ સર્વર સુધી પહોંચવા માટે પહેલા પાસવર્ડ ચોરી કરવો પડે છે અને આ કામ એક એવું વેબ શેલ બનાવે છે, જેનાથી સર્વરને રિમોટલી કન્ટ્રોલ કરી શકાય. તે એવા રિમોટ એક્સેસનો ઉપયોગ કરે છે, જે યુએસ બેઝ્ડ પ્રાઈવેટ સર્વરથી ચાલે છે.કંપનીએ ગ્રાહકોની સુરક્ષા માટે એક્સચેન્જ સર્વર માટે સિક્યોરિટી અપડેટ જાહેર કરી છે. આ અપડેટ તમામ એક્સચેન્જ સર્વર ગ્રાહકોને તરત લાગુ કરવા માટે કહેવામાં આવ્યું છે. છેલ્લા 12 મહિનામાં આ 8મી વખત છે કે માઈક્રોસોફ્ટે સાર્વજનિક રીતે સ્વીકાર્યું હોય કે તે હેકિંગ ગ્રુપનું ટાર્ગેટ બન્યું છે.


Download Our B K News Today App



Related News