હળવદના બ્રાહ્મણી ડેમના 5 દરવાજા ખોલાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-07-02 17:32:37
  • Views : 61
  • Modified Date : 2024-07-02 17:32:37

ગુજરાતમાં ભારે વરસાદ પડતા મોરબીના હળવદ ખાતે આવેલા બ્રાહ્મણી ડેમના 5 દરવાજા ખોલાયા છે. ડેમના દરવાજા ખુલતા 11 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે . ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમ પાણીથી છલોછલ ભરાઈ આવ્યો છે. જેના પગલે બ્રાહ્મણી ડેમના 5 દરવાજા 0.3 મીટર ખોલવામાં આવ્યા છે.ડેમમાં 4397 ક્યુસેક પાણીની આવકની સામે 4497 ક્યુસેક પાણીની જાવક થઈ છે. મોરબીના હળવદ ખાતે આવેલા ગામોમાં સુસવાવ,ટીકર, મિયાણી, મયુરનગર, માનગઢને એલર્ટ આપવામાં આવ્યુ છે. આ ઉપરાંત મોરબીના ખોડ, કેદારીયા, ચાંડધ્રા, અજીતગઢ, રાયસંગપુર ગામને પણ એલર્ટ આપવામાં આવ્યુ છે. બીજી તરફ મચ્છુ ડેમનો એક દરવાજો પણ ખોલવાની ફરજ પડી છે.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 217 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જૂનાગઢના વંથલીમાં સૌથી વધુ સાડા 14 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે વિસાવદરમાં સાડા 13 ઈંચ વરસાદ ખાબક્યો છે. જૂનાગઢ શહેરમાં 12 ઈંચ વરસાદ વરસ્યો છે. કેશોદમાં 10 ઈંચ વરસાદ વરસ્યો છે.

 

Download Our B K News Today App



Related News