તરસમિયા વિસ્તારમાંથી 5, કું.વાડામાંથી 6, કાજાવદર ગામેથી 3 જુગારી ઝબ્બે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-03-10 17:35:31
  • Views : 43
  • Modified Date : 2025-03-10 17:35:31

ભાવનગર : ભાવનગર શહેર અને જિલ્લામાં જાહેરમાં જુગાર રમવાના ત્રણ બનાવોમાં પોલીસે કુલ ૧૪ જુગારીઓને કુલ રૂ.૪૯,૯૦૦ના મુદ્દામાલ સાથે લોકલ ક્રાઈમબ્રાંચે અને સિહોર પોલીસે ઝડપી લઈ અલગ-અલગ ત્રણ ગુન્હાઓ નોંધ્યા હતા.

ભાવનગર શહેર અને જિલ્લામાં જાહેરમાં જુગાર રમવાના બનાવોની મળતી વિગતો પ્રમાણે શહેરના તરસમીયા ગામની સીમમાં ભગા ડેમની પાછળ જાહેરમાં બાવળની કાટમાં જાહેરમાં જુગાર રમતા હરેશ રાઘવભાઇ વેગડ (રહે.નવાપરા વિસ્તાર,મોટા ખોખરા, તા.ઘોઘા),રવિ અરવિંદભાઇ પરમાર (રહે.ખોડિયારનગર,અધેવાડા), સાગર મનસુખભાઇ કંટારીયા (રહે.માલણકા), સુરેશ ભકાભાઇ કંટારીયા (રહે.માલણકા) અને પરેશ વજાભાઇ સોલંકી (રહે.ટોપ થ્રી સર્કલ પાસે,ભાવનગર)ને કુલ રૂ.૧૪,૧૦૦ના મુદ્દામાલ સાથે લોકલ ક્રાઈમબ્રાંચે ઝડપી લઈ ભરતનગર પોલીસ મથકમાં તમામ વિરૂદ્ધ જુગારધારાની કલમ અન્વયે ગુન્હો નોંધાવ્યો હતો. 

જ્યારે અન્ય બનાવમાં શહેરના કુંભારવાડા રેલવે અંડર બ્રીજ પાસે મહાલક્ષ્મી મીલની ચાલી જવાના રસ્તે બોરડીના ઝાડ નીચે જાહેરમાં જુગાર રમતા અસ્લમ રજાકભાઇ રાઠોડ, શકિલ ગફરાભાઇ શેખ (બન્ને રહે.મીલની ચાલી,કુંભારવાડા), સલીમ હાજીભાઇ મધરા (રહે.મોતી તળાવ,કુંભારવાડા), મહેશ માધાભાઇ ગોહેલ (રહે. મહાલક્ષ્મી મીલની ચાલી,કુંભારવાડા), યુનુસ ઉર્ફે ઇનો ગફારભાઇ ગંલઢેરા (રહે. આરબવાડ, રાણીકા) અને ભીમદેવ મહિપતસિંહ ગોહિલ (રહે.ગઢેચી વડલા)ને કુલ રૂ.૨૫,૫૦૦ના મુદ્દામાલ સાથે લોકલ ક્રાઈમબ્રાંચે કુલ રૂ.૨૫,૫૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ બોરતળાવ પોલીસ મથકમાં ગુનો નોંધ્યો હતો. 

તદઉપરાંત સિહોર તાલુકાના કાજાવદર ગામથી ખાંભા તરફ જવાના રસ્તે જાહેરમાં જુગાર રમતા બળવંત ગોવિંદભાઈ રૂડાતલા (રહે.નેસડા), ભુપત રણછોડભાઈ રાણા (રહે.સિહોર) અને મુકેશ મથુરભાઈ પરમાર (રહે.ખાંભા)ને સિહોર પોલીસે કુલ રૂ.૧૦,૩૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ સિહોર પોલીસ મથકમાં ગુનો નોંધ્યો હતો.

Download Our B K News Today App



Related News