ISKP મોડ્યુલ મામલાના 5 આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા પોરબંદર કોર્ટમાં રજૂ કરાયા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-23 14:38:39
  • Views : 102
  • Modified Date : 2023-06-23 14:38:39

ISKP મોડ્યુલ મામલાના 5 આરોપીઓને પોરબંદર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તમામના આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા પોરબંદર ચીફ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં આરોપીઓને કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત આરોપીઓના વધુ રિમાન્ડની મળે તે માટે કોર્ટ પાસે માગ કરવામાં આવી હતી.કોર્ટે 3 આરોપીના 1 જૂલાઈ સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે. 5માંથી 2 આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યા છે. અહીં ઉલ્લેખનીય છે કે, આરોપીઓ પહેલા 14 દિવસના રિમાન્ડ પર હતા જે પૂર્ણ થતા ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને હવે 3 આરોપીના વધુ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ત્યારે ફરી રિમાન્ડ પૂરા થતા ત્રણે આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News