દિયોદરમાં તસ્કરોએ ત્રણ મકાનોને નિશાન બનાવ્યાં, રૂ. ૫.૫૦ લાખની ચોરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-17 11:14:39
  • Views : 274
  • Modified Date : 2021-01-17 11:14:39

દિયોદરમાં શુક્રવારની રાત્રીએ તસ્કરોએ ત્રણ મકાનોને નિશાન બનાવ્યા હતા. જેમાં શાળાના આચાર્યના ઘરને પણ નિશાન બનાવ્યું હતું. ઘરના નકુચા તોડીને રૂા. ૫.૫૦ લાખની મત્તા તસ્કરો ચોરી ગયા હતા. તસ્કરોને પડકારતા પથ્થરમારો  કર્યો હતો. જેને લઈને ભયનો માહોલ છવાયો હતો.
દિયોદરની શુભમ્‌ સોસાયટીમાં શુક્રવારની રાત્રીના સમયે અંધારાનો લાભ લઇ સક્રિય થયેલ ચોર ટોળકીએ એક સાથે ત્રણ મકાનને નિશાન બનાવતા ચકચાર મચી જવા પામી હતી. જેમાં તસ્કરોએ બંધ મકાનના તાળા સહિત નકુચા તોડી મકાનમાં પ્રવેશ કરી  રોકડા અને સોના ચાંદીનાના દાગીનાની ચોરી કરી હતી. જેમાં જી.વી.વાઘેલા હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા  ડો. હિતેશભાઈ ગૌસ્વામીના બંધ મકાનને નિશાન બનાવી ઘરમાંથી અંદાજીત ૫.૫૦.૦૦૦, રોકડ રકમની ચોરી કરી હતી. અને સોના ચાંદીના દાગીનાની પણ ઉઠાંતરી કરી હતી. જેની વહેલી સવારે ચોરી થવાની ઘટના સામે આવતા દિયોદર નાયબ પોલીસ અધિક્ષક પી.એચ. ચૌધરી તેમજ દિયોદર પી.એસ.આઈ. એસ.જે.
પરમાર સહિત પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી જઇ તપાસ  શરૂ કરી હતી.  કોલેજ સંચાલક પ્રવિણસિંહ વાઘેલાએ ચોરીની ઘટના અંગે ડી.આઈ.જી.ની રજૂઆત કરાશે તેમ જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News