૯૨,૦૦૦ પોલીસ કર્મીઓને મલ્ટી વિટામીન મોકટેલ ટેબ્લેટની કીટો અપાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-07 13:06:45
  • Views : 311
  • Modified Date : 2021-08-07 13:06:45

     કોવિડ ૧૯ દરમિયાન સામાન્ય માણસને ફ્રન્ટલાઈન વોરિયર્સ તરીકે  નિસ્વાર્થ સેવા આપવા બદલ કેપ્લર હેલ્થકેર ઘ્વારા પોલીસ કર્મીઓ માટે એક અનોખી પહેલ કરવામાં આવી છે. જેમાં રાજ્યના ૯૨,૦૦૦ પોલીસ કર્મીઓને  મલ્ટીવિટામીન બ્રાન્ડ મોકટેલ ટેબ્લેટનો એક મહિનાનો કોર્ષ પૂરો પાડતી કીટ અપાશે.  આની શરૂઆત પોલીસ ભવન ખાતેથી કરવામાં આવી હતી અને ત્યાર બાદ એસ. પી ઓફિસ અને ત્યાર બાદ એસ.આર.પી.પોલીસને પણ ટેબલેટ અપાશે. મોકટેલને સી.આઈ.એમ.એસ. દ્વારા ન્યૂટરાસિટીકલ્સમાં સૌથી વિશ્વસનીય બ્રાન્ડ તરીકેનો એવોર્ડ પણ આપવામાં આવ્યો છે.  કેપલર હેલ્થકેર પ્રાઇવેટ ડિરેક્ટર હરપાલ વાલાએ આશરે ૩ થી ૪ કરોડની કિંમતની મોકટેલ ટેબલેટનો એક જથ્થો પોલીસ ભવન ખાતે ડી.જી.પી. આશિષ ભાટિયાને સોંપ્યો હતો અને તેમાં તમામ માહિતી આપી છે તે મુજબ તેનો કોર્ષ કરવાથી ઇમ્યુનિટી બિલ્ડપ થશે અને આવનાર ૩જી લહેરને ધ્યાનમાં રાખીને આ ફ્રન્ટલાઈન વોરિયર્સને ઉપયોગી થશે.

Download Our B K News Today App



Related News