સુરસાગર તળાવમાં ઑક્સિજન ન અપાતાં ટપોટપ મરી ગઈ 5000 માછલીઓ, મેયરે કહ્યું જૈવિક પદ્ધતિથી સફાઇ કરીશું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-26 12:46:18
  • Views : 234
  • Modified Date : 2022-05-26 12:46:18

સુરસાગર તળાવમાં ઑક્સિજન ન અપાતાં ટપોટપ મરી ગઈ 5000 માછલીઓ, મેયરે કહ્યું જૈવિક પદ્ધતિથી સફાઇ કરીશું

 

વડોદરાના સુરસાગર તળાવનું  કરોડોના ખર્ચે બ્યુટિફિકેશન કરાયા બાદ સહેલાણીઓ માટે ખુલ્લુ મુકવામાં આવેલુ આ તળાવ માછલીઓના મોતને કારણે વધુ એકવાર ચર્ચામાં આવ્યું છે. તળાવમાં માછલીઓના મોત પાછળ કોર્પોરેશન જવાબદાર હોવાનો ઘટસ્ફોટ થયો છે. સામે આવ્યુ છે કે તળાવમાં એરેશનનો ઇજારો પુરી થયા બાદ 20 દિવસથી ઓક્સિજન ન મળતા માછલીઓના મોત નીપજ્યા.

વડોદરાના સુરસાગર તળાવમાં છેલ્લા બે દિવસથી અસંખ્ય માછલીઓના મોત થઇ રહ્યા છે.  જે મામલે વડોદરાનું તંત્ર જવાબદાર હોવાનો ખુલાસો થયો છે. સુરસાગર તળાવમાં એરેશનનો ઇજારો પૂરો થયા બાદ 20 દિવસથી ઓક્સિજન નથી અપાયો. ડિઝોલ્વ ઓક્સિજનનું પ્રમાણ ઘટનાં માછલીના મોત થયા હતા. ડિઝોલ્વ ઓક્સિજનનું પ્રમાણ 8PPM હોવું જોઇએ. હાલ તળાવમાં ઓક્સિજનનું પ્રમાણ 4.1PPM કરતા પણ નીચે જતું રહ્યું છે. પરિણામે ઓક્સિજનની માત્રા ઘટતાં 5 હજાર જેટલી માછલીઓના મોત થયા હતાં. 

55 કોથળા ભરીને મરેલી માછલીઓ કાઢી 

મહત્વનું છે કે  બે દિવસ અગાઉ અસંખ્ય માછલીઓના મોત નિપજવાની ઘટના  બાદ તંત્ર દ્વારા સફાઈ હાથ ન ધરાતા તળાવની આસપાસના વિસ્તારોમાં તીવ્ર દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાયું હતું. આસપાસના રહેણાંક વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા..

જો કે નિંદ્રાધીન તંત્રની આંખો ખુલતા  55 કોથળા ભરીને મરેલી માછલીઓ બહાર કઢાઈ હતી. તંત્ર દ્વારા આજે  સુરસાગર તળાવમાંથી પાણીના સેમ્પલ લેવામાં આવશે તેમજ જૈવિક પદ્ધતિથી તળાવની સાફસફાઇ કરવામાં આવશે તેમ મેયર કેયુર રોકડિયાએ જણાવ્યું હતું.

 

Download Our B K News Today App



Related News