મણિપુરના 48 ઋષિકુમારોએ કષ્ટભંજન દેવ દાદાના દર્શન કરી સંતોના આશીર્વાદ લીધા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-11-20 16:25:12
  • Views : 104
  • Modified Date : 2023-11-20 16:25:12

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામમાં આયોજિત વડતાલ ગાદી આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજનાં આશિષથી વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિરમાં શતામૃત મહોત્સવ ચાલી રહ્યો છે.શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીની પ્રાણ-પ્રતિષ્ઠા થયાને 175 વર્ષ પૂર્ણ થતાં ભવ્ય અને દિવ્ય શતામૃત મહોત્સવમાં મણિપુરના 48 ઋષિકુમારોને દાદાના દર્શન કરાવ્યા હતાં.ઋષિકુમારોએ સભા મંડપમાં સંતોના આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ કિંગ ઓફ સાળંગપુરના દર્શન કરાવ્યા. એ પછી ઋષિકુમારોએ પ્રસાદ લીધો હતો.તમામ ઋષિ કુમારોને હનુમાન વાટિકા પ્રદર્શન જોવા માટે લઈ ગયા હતા. જેમાં અલગ-અલગ પ્રકારના શો તેમને નીહાળ્યા હતા.ત્યાર બાદ તેમને મેળામાં પણ લઈ જવામાં આવ્યા હતાં. આ પછી ફરી સભામંડપમાં તેમને કથા શ્રવણ માટે લાવવામાં આવ્યા હતાં. મહત્ત્વનું છે કે ઋષિકુમારોને ગઢડા દર્શન કરવા માટે લઈ જવાના છે.

Download Our B K News Today App



Related News