પુણેથી પહેલી બેચ દિલ્હી આવી પહોંચી, 9 ફ્લાઇટ્સ દ્વારા 13 શહેરોમાં 56.5 લાખ ડોઝ મોકલવામાં આવી રહ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-12 11:23:04
  • Views : 290
  • Modified Date : 2021-01-12 11:23:04

    કોરોના વેક્સિન કોવીશીલ્ડનો પ્રથમ જથ્થો મંગળવારે સવારે પુણેના સીરમ ઇન્સ્ટિટ્યૂટથી એરપોર્ટથી રવાના કરવામાં આવ્યો હતો. આ પહેલા પૂજા પણ કરવામાં આવી હતી. પુણે એરપોર્ટથી દેશના 13 શહેરોમાં વેક્સિનનાં 478 બક્સ પહોંચાડવામાં આવશે. પહેલી ફ્લાઈટ 34 બોક્સ સાથે દિલ્હી પહોંચી ચૂકો છે. જુદા જુદા શહેરોમાં આ વેક્સિન એરપોર્ટથી Z+ સિક્યુરિટી સાથે સ્ટોરેજ સેન્ટર પર લઈ જવાશે.

    ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે પુણેથી એર ઇન્ડિયા, સ્પાઇસ જેટ ગોએર અને ઈન્ડિઓ એરલાઇન્સની 9 ફ્લાઇટ્સમાંથી રસીના 56.5 લાખ ડોઝ જુદા જુદા શહેરોમાં મોકલવામાં આવી રહ્યા છે. આ શહેરો દિલ્હી, ચેન્નાઈ, કોલકાતા, ગુવાહાટી, શિલોંગ, અમદાવાદ, હૈદરાબાદ, વિજયવાડા, ભુવનેશ્વર, પટના, બેંગ્લોર, લખનૌ અને ચંદીગઢ છે.


    કેન્દ્ર સરકારે સોમવારે સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેકને કોરોના વેક્સિનને છ કરોડથી વધુ ડોઝનો ઓર્ડર આપવામાં આવ્યો. સરકાર સૌથી પહેલા દેશના ત્રણ કરોડ ફ્રન્ટલાઈન હેલ્થવર્કર્સને કોરોનાની રસી લગાવાશે, જેની શરૂઆત 16 જાન્યુઆરીથી થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી અને રસીકરણ અંગેની તૈયારીઓની સમીક્ષા કરી હતી.

Download Our B K News Today App



Related News