કોરોના પોઝિટિવનો આંક વધીને 39,103 થયો, 1022 મોત અને ડિસ્ચાર્જની સંખ્યા 36664 પર પહોંચી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-12 15:06:11
  • Views : 499
  • Modified Date : 2020-11-12 15:06:11

            કોરોના સંક્રમણ સતત આગળ વધી રહ્યું છે. મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે કોરોના પોઝિટિવ દર્દીઓનો કુલ આંકડો વધીને 39,103 થયો છે. કુલ મૃત્યુઆંક વધીને 1022 પર પહોંચ્યો છે. કોરોનાનો રિક્વરી રેટ પણ વધ્યો છે. જેથી કુલ ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા વધીને 36664 પર પહોંચી છે.સુરત નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળના 31થી વધુ દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળના 2 દર્દી વેન્ટિલેટર ઉપર, 12 દર્દી બીપેપ અને 20 દર્દી ઓક્સિજન પર છે. જયારે સ્મીમેર હોસ્પિટલમાં 4 દર્દી વેન્ટિલેટર ઉપર, 9 દર્દી બીપેપ અને 13 દર્દી ઓક્સિજન પર છે. શહેરી વિસ્તારના જે 144 લોકો કોરોનાથી સક્રમિત થયા છે તેમાં વિદ્યાર્થીઓ, સાઇકલ ડિસ્ટ્રીબ્યુટર, એકાઉન્ટન્ટ, ઓએનજીસી કંપનીના બે કર્મચારી, એમ્બ્રોડરી કારખાનાનો કારીગર, સ્મીમેર હોસ્પિટલનો સફાઇ કામદાર, નાનપુરાની ડેરી માલિક, મંડપ ડેકોરેટર, જિલ્લાનો વકીલ, ગ્રોસરી શોપ, કાર શો રૂમનો કર્મચારી સહિત ટેક્સટાઇલ વેપાર સાથે સંકળાયેલા 6 નો સમાવેશ થાય છે

Download Our B K News Today App



Related News