પાલનપુર ખાતેથી ૪૩ લાખની નકલી નોટો ઝડપાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-15 05:24:14
  • Views : 452
  • Modified Date : 2019-04-15 05:24:14

પોલીસ દ્વારા ખાનગી બસનું ચેકીંગ કરતી વખતે રૂપિયા ૪૩.૩૦ લાખની બે હજારની નકલી નોટો સાથે શખ્સ ઝડપાયોનોટોની ડિલિવરી સુરત કરવાની હતીનકલી નોટો સાથે ઝડપાયેલા બિકાનેરના દંતોર ગામના પુનમચંદ ઓમપ્રકાશ શર્માએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, આ નોટો રાજસ્થાનના નોખા ગામેથી એક અજાણ્યા શખ્સે આપી હતી. અને તે સુરત ખાતે રહેતા નરેન્દ્ર કૈલાશચંદ્ર ગુરાવાને આપવાની હતી.પાલનપુર આરટીઓ સર્કલ નજીક ઉભી કરાયેલી ચેક પોસ્ટએ રવિવારે પશ્ચિમ પોલીસની ટીમ દ્વારા વાહનોનું ચેકીંગ કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન આબુરોડ તરફથી આવતી એક ખાનગી લકઝરી બસમાં મુસાફરી કરી રહેલા શખ્સ પાસેથી રૂપિયા ૪૩.૩૦ લાખની નકલી નોટો ઝડપાઇ ગઈ હતી. પોલીસે તેની સામે ગૂનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.બનાસકાંઠા લોકસભાની ચૂંટણીને લઈ જિલ્લા પોલીસવડા પ્રદીપ સેજુલ દ્વારા ચેકપોસ્ટ ઉભી કરી વાહનોનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જ્યાં પાલનપુર આરટીઓ સર્કલ નજીક ઉભી કરાયેલી ચેક પોસ્ટએ રવિવારે પશ્ચિમ પોલીસ મથકના પીઆઇ આર. કે. સોલંકી સ્ટાફના  સલીમ ખાન, વિનોદભાઈ, રેખાબેન સાથે વાહનોનું ચેકીંગ કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન આબુરોડ તરફથી આવતી ખાનગી લકઝરી બસ નંબર  આર. જે. ૧૯. પી.બી.૨૬૯૯માં ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં મુસાફરી કરી રહેલા બિકાનેરના દંતોર ગામના પુનમચંદ ઓમપ્રકાશ શર્માના થેલાની તલાસી લેતાં તેમાંથી ૨૦૦૦ના દરની ૨૧૬૫ નંગ  રૂપિયા ૪૩.૩૦ લાખની નકલી નોટો ઝડપાઇ ગઈ હતી. પોલીસે તેની સામે ગૂનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 


Download Our B K News Today App



Related News